GUJARATJUNAGADHKESHOD

મેંદરડાના પંચવટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉત્થાનની જ્યોતને જલતી રાખતા પૂજ્ય મહંત કીષનાદાસ માતાજી                           

મેંદરડાના પંચવટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉત્થાનની જ્યોતને જલતી રાખતા પૂજ્ય મહંત કીષનાદાસ માતાજી                           

મેંદરડા અંબાળા રોડ પર મધુવંતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન કરોળિયા હનુમાનજીનું મંદિર આવેલ છે આ પંચવટી ધામ આશ્રમના મહંત પૂજ્ય શ્રી કીષનાદાસ માતાજી ગુરુ શ્રી અવધ બિહારીદાસજી દ્વારા શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં વિવિધ ધાર્મિક ઉત્સવ કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે પૂજ્ય કીષનાદાસ માતાજી દ્વારા શ્રીમદ ભાગવત કથા, રામકથા તેમજ શ્રીમદ દેવી ભાગવત કથા અને શિવ મહાપુરાણ કથા પોતાના વ્યાસાસને વક્તા તરીકે લોક કલ્યાણ અર્થે બિરાજીને જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે આશ્રમ મધુવંતી નદીના કિનારે આવેલ હોય વર્ષાઋતુમાં આ વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી હોય પશુ પક્ષીઓનો કલરવ અને માનવ ખલેલ વગર નીરવની પ્રફુલિત વાતાવરણ મનને આનંદીત કરે તેવું સુંદર અને રમણીય સ્થળ પંચવટી કરોળિયા હનુમાનજીનું પૌરાણિક ધામ મેંદરડાના આ પવિત્ર આશ્રમની એકવાર દર્શન કરવા જવું એ જીવનની ધન્ય ઘડી સમાન બની રહે

 

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!