
ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં 

વરસાદી વાતાવરણ સર્જાયું હોય વરસાદી ઝાપટા દિવસભર પડ્યા હતા. બપોરના તડકો છાંયડો હોય સાંજના આકાશમાં કુદરતી દ્રશ્ય રીતે મેઘધનુષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મેઘધનુષ આકાશમાં દેખાઈ પડતા લોકો પોતાના મોબાઈલમાં ફોટો ક્લિક કરવા લાગ્યા હતા સાથે નાના બાળકોને મેઘધનુષ બતાવ્યું હતું.
મેઘધનુષ આકાશમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતાં સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમ જ સાત રંગોનું મેઘધનુષ રચાય છે.


