મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમમાં બાયડના પ્રાથમિક શિક્ષક દંપતિ નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું
શ્રી બ્રહ્મસેવા ટ્રસ્ટ મહેસાણા ના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી અને પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પુલકીત ભાઈ જોશી ની પ્રેરણાથી યોજાયો
મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમમાં બાયડના પ્રાથમિક શિક્ષક દંપતિ નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું
શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા, ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે એવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મસેવા ટ્રસ્ટ મહેસાણા ના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી અને પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પુલકીત ભાઈ જોશી ની પ્રેરણાથી યોજાયો હતો.
જેમાં બાયડ તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી લીંબ ની મુવાડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શિક્ષણ પ્રવૃત્તિથી બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર દક્ષાબેન ધીરુભાઈ વાળંદ ને ઊમદા કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જુના ઉંટરડા પ્રાથમિક શાળામાં 6 થી 8 માં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા નાયી નીરજકુમાર અરવિંદભાઈ ને શ્રેષ્ઠ શિક્ષક સન્માન પત્ર અને એવોર્ડ આપી બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.