સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ
મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૧માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા

તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૧માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ડામર પેચવર્ક, વેટમિક્સ પેચ, ગટરોની સાફ-સફાઈ જેવી કામગીરી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૧માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા હતા આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં જરૂરિયાત મુજબ રોડ મટિરિયલ વેટમિક્સ, મોરમ દ્વારા રસ્તા રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત મહાનગરપાલિકા ખાતે રોડ રસ્તા રીપેરીંગની મળતી ફરિયાદો નિવારવા તમામ ઝોન વિસ્તારમાં રોડ મટીરીયલ જેવા મેટલ ડસ્ટ, વેટમિક્સ વગેરેનો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે જેથી તાત્કાલિક નાગરિકોની ફરિયાદ /સમસ્યાનું નિવારણ લાવી શકાય.





