GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે

તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે આ નવા વિભાગોનું લોકાર્પણ નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક-રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તેમણે હોસ્પિટલની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં રોબોટિક અને આરઆઇઆરએસ લેસર સુવિધાઓ આવવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફાયદો થશે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોસ્પિટલના આધુનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો આ કેમ્પમાં 600થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો ટ્રસ્ટી ડી.વી. શાહના આર્થિક સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરાશે આ અંગે ડો. સંકેત મકવાણાએ જણાવ્યુ કે હોસ્પીટલમાં વસાવાયેલી આધુનિક અને અસરકારક ટેકનોલોજી છે રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટઃ ગોઠણના ઓપરેશનમાં 10%ચોકસાઈ અને દર્દીની ઝડપી રિકવરી માટે અત્યાધુનિક રોબોટિક સિસ્ટમ.RIRS લેસર સ્ટોન સર્જરી પથરીની સારવાર હવે કોઈપણ પ્રકારની કાપકૂપ વગર, દૂરબીન અને લેસર કિરણો દ્વારા અત્યંત સુરક્ષિત રીતે શક્ય બનશે.

Back to top button
error: Content is protected !!