GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: વાંસદાની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ,બારતાડ ખાતે આઈ.આઈ.ટી-બોમ્બેનાં સહયોગથી રોબોટીક્સ લેબની શરૂઆત કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-બારતાડ(ખાનપુર) ખાતે રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવેલ છે. કલેકટરશ્રી, નવસારીના માર્ગદર્શન મુજબ સંકલિત આદિજાતિ વિકાસ પરિયોજના કચેરી, વાંસદા દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ:૨૦૨૪-૨૫ અંતર્ગત આદિજાતિના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-બારતાડ(ખાનપુર) ખાતે રોબોટિક્સ લેબના કામનો સમાવેશ કરવામાં આવેલ. જેમાં આઈ.આઈ.ટી – બોમ્બે દ્વારા ચલાવતા ઈ-યંત્રા કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ શાળાઓમાં રોબોટિક્સ લેબ બનાવી આપવામાં આવે છે. તેઓના સહયોગથી અત્રેના નવસારી જિલ્લાની પ્રથમ રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં તા.૧૦-૧૧-૧૨ જુલાઈ, ના રોજ આઈ.આઈ.ટી – બોમ્બેની ટીમ દ્વારા કુલ-૪૦ વિદ્યાર્થીઓ અને શાળાના વિષય સંલગ્ન કુલ-૦૫ શિક્ષકોને રોબોટિક્સ લેબના વિવિધ પ્રોગ્રામ વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ઇલ્ક્ટ્રોનિક પેનલ, ડ્રોન સિસ્ટમ, 3D પ્રિન્ટર, AI બેઇઝડ રોબોટિક્સ, અલગ અલગ પ્રકારના રોબોટ તેમજ સંબંધિત સોફટવેર વિશે તાલીમ આપવામાં આવી હતી. અત્રેના જિલ્લાના પ્રાયોજના વહીવટદાર, શ્રી પ્રણવ વિજયવર્ગીય દ્વારા રોબોટિક્સ તાલીમ વર્ગ દરમ્યાન શાળામાં તાલીમાર્થી વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લેતા તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ તેઓની સાથે સંવાદ કર્યેથી રોબોટિક્સને લગતા વિવિધ પ્રોગ્રામ શીખવા અને તેને લગતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એવું અખબારી યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!