BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
હાઇટેનશન લાઈનના સામાનની ચોરી:અંકલેશ્વરના બોઇદ્રામાં 3 લાખના પ્લેટ-નટબોલ્ટની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના બોઇદ્રા ગામની સીમમાં 765 કેવી ડીસી લાઈન પ્રોજેક્ટમાંથી થયેલી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. 29 એપ્રિલથી 3 મે દરમિયાન આ ચોરી થઈ હતી.
ખાનગી કંપની દ્વારા નિર્માણાધીન પ્રોજેક્ટના ટાવર પાસેના ખુલ્લા ખેતરમાંથી હાઇટેનશન પાવર લાઈનની લોખંડની પ્લેટ અને નટ બોલ્ટની ચોરી થઈ હતી. ચોરી થયેલ સામાનની કિંમત રૂ. 3 લાખ છે.
શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને સંજુ ઉર્ફે સલમાન મોતી વસાવાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓએ અગાઉ પણ કોઈ ચોરીના ગુના કર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.




