BANASKANTHAGUJARATPALANPUR

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર માં બેસ્ટ ફ્રોમ વેસ્ટ સ્પર્ધા નું આયોજન થયું.     

9 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ની સોસાયટી ફોર બડીંગ બાયોલિજીસ્ટ દ્વારા તા 4 ઑગસ્ટ નાં રોજ બેસ્ટ ફ્રોમ વેસ્ટ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને વેસ્ટ મટીરીયલ નો ઉપયોગ કરીને ઘણી બધી અવનવી રોજિંદા જીવન માં ઉપયોગ માં આવે તેવી વસ્તુઓ બનાવી હતી. કાર્યક્રમ દરમ્યાન બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ ના કારોબારી સમિતિ નાં સેક્રેટરી સેક્રેટરી શ્રી સુનીલભાઈ શાહ , વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રમેશ ચંદ્ર શાહ, તથા સભ્ય શ્રી રાજેશ વકીલ, શ્રી મેહુલ પટેલ , શ્રી પુષ્કર ભાઈ પટેલ, શ્રી હર્ષ વકીલ, ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અપૂર્વભાઈ તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. કે ડી સામલ હજાર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કોલેજ ના પ્રિન્સીપલ શ્રી ડૉ. યોગેશ ડબગર વિદ્યાર્થીઓએ કઈ રીતે નવા વિચારો તરફ આગળ વધી ઇનોવેટિવ કાર્ય કરવું અને ઉત્સાહ પૂર્વક કાર્યકમ માં ભાગ લેવો તે વિષય પર ભાર મૂકી આશીર્વચન આપ્યા. આ કાર્યક્રમ માં ડૉ. મુકેશભાઈ પટેલ, ડૉ. અંકિતા ચૌધરી, ડો. અમી પટેલ ઉપસ્થિત રહ્યા. સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે શ્રી હરેશભાઈ ચૌધરી તથા શ્રી સાગર નાઈ એ ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમ ના આયોજન માં ટી. વાય. બોટની ના વિદ્યાર્થીઓ તથા વિધાર્થિનીઓ નું મહત્વ નું યોગદાન રહ્યું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન બોટની વિભાગ ના પ્રાધ્યાપકો ડૉ. ધ્રુવ પંડ્યા, ડૉ. હરેશ ગોંડલિયા તથા કુ. અંકિતા કુગશિયા દ્વારા કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!