GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમા બનેલી ઘટનામાં મૃતકોના પરિવારજનોને 30 લાખ રૂપિયાની જાહેરાત કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૯.૨૦૨૫

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ૧૦ મી સપ્ટેમ્બર ના રોજ બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બંને મૃતકોના પરિવારજનોને રૂપિયા ૩૦ – ૩૦ લાખ ની કંપની સંચાલક દ્વારા સહાય ની બનાવ ના પાંચમા દિવસે જાહેરાત કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ૧૦ મી સપ્ટેમ્બરના રોજ સર્જાયેલ ગેસ ગળતરની ઘટનામાં એક પૂજારી સહીત ૧૨ લોકો પ્રભાવિત થયા હતા.જેમાં એક પૂજારી નું ઘટના ના દિવસે મોત નીપજ્યું હતું.જયારે કંપનીના એક કર્મચારી નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જે બનેલી ઘટના માં મૃત્યુ આંક બે પર પોહચ્યો હતો.કંપનીના મૃત્યુ પામેલા તેમજ અસરગ્રસ્ત કર્મચારીઓને સહાય આપવાની જાહેરાત આજે રવિવારના રોજ કંપનીના જનરલ મેનેજર તેમજ સીએસઆર હેડ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. જેમાં કંપનીના જનરલ મેનેજર અને એચ આર હેડ સુનિતા ગામીએ જણાવ્યું હતુ કે કંપનીમાં બનેલી દુઃખદ ઘટનામાં બે વ્યકતિના મોત નીપજ્યા છે. તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અને તેમના પરિવાર સાથે સંવેદના પ્રગટ કરીએ છીએ છે.દુઃખદ અને મુશ્કેલ ઘડીમાં કંપની દ્વારા મૃત્યુ પામેલા આ બંને ના પરિવારજનોને ૩૦-૩૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવનાર છે. તે ઉપરાંત તેઓની વિમાની રકમ સહીત તેમને મળવા પાત્ર રકમ આપવામાં આવશે.જયારે અન્ય જે કામદારો બનેલ ઘટનામાં અસરગ્રસ્ત થયા છે.તેઓને હાલ ની અદ્યતન માધ્યમોથી ઉત્તમ સારવાર કરવામાં આવી રહી છે. અને તેનું મોનેટરીંગ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.અને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ પને સ્વસ્થ ન થાય અને તેઓ જ્યાં સુધી ફરજ ઉપર હાજર ન થાય ત્યાં સુધી તેમને પગાર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!