GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

RSS મહાવિદ્યાલય વિભાગ કાલોલ દ્વારા નવરચના ગુરુકુલ ખાતે અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી.

 

તારીખ ૧૭/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ એટલે ભારત વિશ્વનો એક માત્ર દેશ જેને માતા તરીકે કરોડો લોકો પૂજે છે.ભારતના વૈભવથી આકર્ષિત થઈને યેનકેન પ્રકારેણ ભારતની સમૃદ્ધિને લૂંટવા માટે સદીઓથી વિદેશી આક્રાંતાઓ ભારતમાં આવતા રહ્યા. આ આક્રમણોના સમયમાં ભારતની અખંડતા તૂટતી રહી પરંતુ ભારતીય જનમાનસમાં અખંડ ભારતની છબી ખંડિત થઈ શકી નથી. ભારતની જમીન સરહદોમાં વિભક્ત થઈ જેને પુનઃ અખંડ બનાવવાની આવશ્યકતા છે. પાકિસ્તાન,બાંગ્લાદેશ, અફગાનિસ્તાન,શ્રીલંકા,મ્યાનમાર જેવા દેશો એ પ્રાચીન સમયમાં અખંડ ભારતનો જ હિસ્સો રહ્યો છે ત્યારે ૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ના કાળા દિવસે ભારત માતાની બે ભુજાઓ સિંધ-પંજાબ પ્રાંત અને બંગાળને ખૂબ જ પીડાદાયી રીતે અલગ કરવાના ષડયંત્ર વિધર્મીઓ અને અંગ્રેજોના સફળ રહ્યા હતા. પુનઃ માઁ ભારતીને અખંડ કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રહ્યો છે. આ સંકલ્પને પેઢી દરપેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ૧૪મી ઑગસ્ટને અખંડ ભારત સંકલ્પ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજ ઉદ્દેશ્યથી આરએસએસ કાલોલ દ્વારા નવરચના ગુરુકુલ કાલોલ ખાતે આયોજન કરવામાં આવ્યું.જેમાં અખંડ ભારતને અનુરૂપ સ્વયંસેવકો દ્વારા નાટ્ય રજુઆત અને પંચમહાલ વિભાગ સહ કાર્યવાહ મા.રણવીરસિંહ દ્વારા બૌદ્ધિક રજૂ કરવામાં આવ્યું.અખંડ ભારતનું શમણું સાકાર કઈ રીતે થઈ શકે અને શું આયોજન હોઈ શકે તે બાબતે સુંદર માર્ગદર્શન મળ્યું. કાલોલ નગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!