BHUJGUJARATKUTCH

આરટીઓ ભુજ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન અને  સી.પી.આઈ. કરાવવા બાબતે કેમ્પનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભૂજ કચ્છ.

ભુજ,તા-૦૬ માર્ચ  : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા માર્ચ -૨૦૨૬ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૨ માર્ચના રોજ માંડવી ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક સુધી અને મુન્દ્રા ખાતે બપોરે ૨.૦૦ થી ૦૪.૦૦ કલાકે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળે નોન ટ્રાન્સપોર્ટ વાહનોની રી-રજિસ્ટ્રેશન તથા સી.પી.આઈની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ભુજ કચેરીમાં આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!