બેડમિન્ટન રમતમાં પાલનપુરની શાળામાં સ્કૂલની ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રુહી ગેહલોત જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને સમાજ માં નામ રોશન કર્યું પરિવારમાં ગૌરવ વધાર્યું.

2 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા નું ગૌરવ બનાસકાંઠા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૨૦૨૫ માં બેડમિન્ટન રમતમાં પાલનપુરની શાળામાં સ્કૂલની ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રુહી ગેહલોત જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને સમાજ માં નામ રોશન કર્યું પરિવારમાં ગૌરવ વધાર્યું.બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે યોજાયેલ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કુંભ ૨૦૨૫ માં બેડમિન્ટન રમતમાં અંડર-૧૪ ગર્લ શ્રેણીમાં રુહી કિશોરકુમાર ગેહલોત એ ઉત્તમ દેખાવ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ મેળવ્યું છે. રુહી હાલમાં સિલ્વર બેલ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાલનપુરમાં ધોરણ-૭ માં અભ્યાસ કરે છે. તેમના કોચ નીલસર ( નીલ એકેડમી ) પાલનપુરના માર્ગદર્શન હેઠળ મહેનત દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા સ્તરે આ મેળવેલી પ્રભાવશાળી સફળતા બદલ રુહી સહિત કોચ અને શાળાની ટીમે આનંદ વ્યક્ત કર્યો છે. રુહી ની આ સિદ્ધિથી શાળા તેમજ પાલનપુર નું નામ ગૌરવ થયું છે. ધોરણ-૭ માં સિલ્વર બેલ્સ શાળા વિદ્યાર્થીની મહાખેલ મહાકુંભમાં કમાલ કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. બેડમિન્ટન રમતમાં પોતાની ઉત્તમ પ્રતિમા અને સખત મહેનત ના બળે આ વિદ્યાર્થીનીએ માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભ જેવી પ્રતિષ્ઠા સ્પર્ધામાં જીત મેળવવી એ વિદ્યાર્થીનીઓ માટે ગર્વની બાબત છે. આ વિદ્યાર્થીની એ પોતાની નિષ્ઠા અને રમત પ્રત્યે જુસ્સાથી સિદ્ધ કરી બતાવ્યું છે. શાળા સંચાલક તેમજ શિક્ષકો દ્વારા સફળતા પર હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પરિવારજનો એ પણ ખુશી વ્યક્ત કરી જણાવ્યું કે બાળકી એ સતત નિયમિત મહેનત કરી જીત માટે પૂરો પ્રયત્ન કર્યા હતા. આ વિદ્યાર્થીની સિદ્ધિ અન્ય બાળકો માટે પ્રેરણાસ્પદ બની રહેશે.




