અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કર્યા ની ઘટના સામે આવી, મામલો રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોહ્ચ્યો
મોડાસા શહેરમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કર્યા ની ઘટના સામે આવી જેમાં બે જગ્યાએ અલગ અલગ ગાડીઓની અંદર કાચ તોડીને ગાડીમાં મૂકેલા પર્સ તેમજ ડોક્યુમેન્ટ ચોર્યાની ઘટના સામે આવી હતી જેમાં મળતી માહિતી અનુસાર મેઘરજ રોડ પરની પરની શ્રીરામ બિલ્ડીંગ અને પેલેટ ચોકડી પાસેની ઘટના બની હતી પાર્ક કરેલ બે કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સને પોલીસે ઝડપ્યો હતો અને ઝડપેલ શખ્સને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈ ગયા હતા ભોગ બનનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા સમગ્ર ઘટનાને લઈને મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી