કાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી થઈ..

તારીખ ૦૨/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ ૧૨૭-કાલોલ વિધાનસભા મતવિસ્તારના યશસ્વી અને લોકલાડીલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો જન્મ દિવસ હોઈ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ફતેસિંહ ચૌહાણ ખૂબ જ વિરલ વ્યક્તિત્વ ધરાવતાં ધારાસભ્ય છે. સાદગી, જનસેવા અને જનકલ્યાણ એ એમના જીવનનું ધ્યેય છે. તેથી તેઓના જન્મદિનની ઉજવણી પણ સામાન્ય જન સમુદાયની સેવા, સુખાકારી અને વિકાસના કાર્યો દ્વારા થાય એ સ્વાભાવિક છે. ગતરોજ તેઓશ્રીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કાલોલ શ્રીરામજીમંદિર ખાતે પૂજા અને વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું. તથા ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કાલોલ રેફરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ ખાતે ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સર્કિટ હાઉસ કાલોલ ખાતે જીલ્લા તેમજ કાલોલ તાલુકા તથા નગરના કાર્યકર્તા મિત્રો સાથે શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના જન્મ દિન નિમિત્તે આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ નિગમના પૂર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડૉ.યોગેશકુમાર પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ નગર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ઠાકોર, પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ સહિત જીલ્લા તેમજ તાલુકા સાથે કાલોલ નગર સંગઠનના નવનિયુક્ત હોદેદારો અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.









