વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર ૧૮૧ ટીમ.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગામની એક મહિલાને તેમના પતિ દારૂનો નશો કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા તેવો કોલ ૧૮૧ મહીસાગર ટીમને મળ્યો હતો. આથી ડ્યુટી પર હાજર ૧૮૧ ટિમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું. તો જાણવા મળ્યું કે તેમના પતિ રોજ દારૂનો નશો કરીને ઘરે આવે છે અને ખરાબ ગાળો બોલી માનસિક રીતે હેરાન ગતિ કરે છે તથા મારજૂંડ કરે છે અને કમાઈને ઘરમાં કશું આપતા નથી તથા ઘરના કામમાં મદદ કરતા નથી અને બાળકોને ભણાવવા માટે પણ ખર્ચો આપતા નથી મહિલાના પિયર પક્ષના માણસોએ આવીને અભય ટીમની મદદ માગી હતી પિયર પક્ષના માણસોએ બે થી ત્રણ વાર સમાધાન કરેલ છે પરંતુ કોઈ ફરક પડતો નથી તેમ જણાવતા હતા. આથી મહિલાના પતિ સાથે વાતચીત કરી તથા સમજાવવાનો પ્રયત્ન કર્યો અને જણાવેલ કે મહિલાને માનસિક રીતે હેરાનગતિ કરવી નહીં તથા ખરાબ ગાળો બોલી ઝઘડો કરવો નહીં અને મારજૂંડ કરવી નહીં અને દારૂ નો નશો કરવાનું છોડી દેવું તથા બાળકો પ્રત્યે ધ્યાન આપવું અને ઘરના કામકાજમાં સાથ આપવો અને મહિલાને કોઈપણ પ્રકારની હેરાન ગતિ કરવી નહીં આ વાતથી મહિલાના પતિ સંમત થયા હતા અને જણાવતા હતા કે હવે પછી સુધારો આવી જશે હું કોઈ પણ પ્રકારે હેરાન ગતિ કરીશ નહીં અને શાંતિથી રાખીશ તેમ જણાવતા હતા. આથી મહિલાના પિયર પક્ષના માણસો તથા સાસરી પક્ષના પંચના માણસોની વચ્ચે લખાણ લઈ સુખદ સમાધાન કરેલ છે. તથા મહિલા ને કાયદાકીય જાણકારી આપી હતી આથી મહિલા તથા તેમના પિયર પક્ષના માણસો અને સાસરી પક્ષના માણસોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.