HIMATNAGARSABARKANTHA

108 એમ્બ્યુલન્સ ફરી એકવાર બની નવજીવનનો પર્યાય

અહેવાલ:- પ્રતિક ભોઈ

108 એમ્બ્યુલન્સ ફરી એકવાર બની નવજીવનનો પર્યાય

બચાવાયું એક જીવન – EMT અને પાયલોટની ફરજનિષ્ઠા બદલ પરિવારના દિલથી આભાર…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આડા હાથરોલ ગામમાં રહેનાર સેજલબેન અર્જુનસિંહ સોલંકીને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. સમય સૂચકતા સમજી 108 ઈ. એન.ટી શ્રી ભાર્ગવ પટેલે એમ્બ્યુલન્સ માં જ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

તા. 8/06/2025 ના રોજ રાત્રે 12:03 વાગ્યે ગાંભોઇ 108 એમ્બ્યુલન્સ સેવા પર હાજર સ્ટાફ EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ અરખાભાઈ હિંમતનગર તાલુકાના ના આડા હાથરોલ ગામ નો કેસ મળ્યો હતો

EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ અરખાભાઈ એ ઝડપી કાર્યવાહી કરતા સ્થળ પરથી સેજલબેનને ગાંભોઇ CHC દવાખાને લઈ જવાની તૈયારી કરી. માર્ગમાં માતાની સ્થિતિ ગંભીર બનતાં EMT ભાર્ગવ પટેલ એ પોતાની સૂઝબુઝ દર્શાવી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

બાળકના ગળામાં નાળ વીંટાઈ ગઈ હતી, જેના કારણે બાળક ખરાબ પાણી પી ગયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં EMT દ્વારા ફીજીશિય ડૉ. મિહિરની સલાહ લઇ ને સમયસર અને યોગ્ય પ્રાથમિક સારવાર આપવામાં આવી અને માતા-બાળકને સુરક્ષિત રીતે ગાંભોઇ CHCમાં દાખલ કરવામાં આવ્યા.

આ સેવા બદલ સેજલબેન અને તેમના પરિવારજનોએ 108 ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!