પ્રાંતિજ શહેર ખાતે શેઠ પી એન્ડ આર હાઈસ્કુલ મેદાનથી નાની ભાગોળ સુધી ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રા યોજાઇ

અહેવાલ:- પ્રતિક ભોઈ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન ચાલી રહ્યું છે-આ અભિયાન અંતર્ગત આજે પ્રાંતિજ શહેર ખાતે શેઠ પી એન્ડ આર હાઈસ્કુલ મેદાનથી નાની ભાગોળ સુધી ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રા યોજાઇ,જેમાં આપણા સૌના માર્ગદર્શક અને પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબે નગરજનો સાથે સહભાગી થયા.
આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા,એમનાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું.
આ યાત્રામાં જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી જયસિંહ ચૌહાણ જી,જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા અને મહેન્દ્રસિંહ રહેવર, તાલુકા સંગઠન પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ, નગરપાલિકા તાલુકા પંચાયત ના પ્રમુખ, તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને કર્મઠ કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા.



