*કચ્છ પશ્ચિમ ભુજ પત્રકાર એકતા પરિષદ ની જિલ્લા,તાલુકા હોદ્દેદારો ની મિટિંગ યોજાઈ..*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*કચ્છ પશ્ચિમ ભુજ પત્રકાર એકતા પરિષદ ની જિલ્લા,તાલુકા હોદ્દેદારો ની મિટિંગ યોજાઈ..*
*પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં યોજાયેલ સમીક્ષા બેઠક માં વિસ્તૃત ચર્ચા વરિષ્ઠ પત્રકારો સાથે થઈ..*
*આગામી અધિવેશન નું વંદેમાતરમ્ સંસ્થા ના હોલમાં યોજવા ચાલતી તૈયારી..*
“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” હા ભાઈ હા કચ્છ ની મહેમાનગતિ માટેના શબ્દો મારા પાસે નથી કારણ હું કલાકાર નથી.પરંતુ કચ્છી દાબેલી ની જયાફત સાથે પત્રકારો ની મિટિંગ,અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા અને સંગઠન ની સ્થિતિ ની સમીક્ષા કરતા મોટાભાગના પત્રકારો નો એક સુર જે જવાબદારી સોંપવામાં આવશે તે સફળ રીતે નિભાવવા કમિટમેન્ટ.ગુજરાતનું શ્રેષ્ઠ સંગઠન કહો કે અધિવેશન કચ્છ નું કસબ મોખરે હશે..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ની સચોટ વાત, દરેક પ્રશ્નનો ઉકેલ પણ સ્પષ્ટ, કચ્છ ના બે પત્રકાર ઉપરનો કેસ પત્રકારોના આત્માને જગાડી ગયો, સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની દ્વારકા, નિતીન ઘેલાણી આઈ ટી સેલ, અને સંગઠન નું કચ્છી ઘરેણું એટલે અમારા જયમલસીહ જાડેજા ઉપાધ્યક્ષ પ્રદેશ કારોબારી,નવીનભાઈ મહેતા 74 વર્ષના યુવા પ્રમુખ એમની સ્ટેમીના જોઈને બોલાયેલા શબ્દો છે.!!
એક એવી મિટિંગ કે જેમાં પ્રથમવાર પત્રકારો ત્રણ કલાક કરતા વધુ બેઠા હોય..
જ્યારે બુદ્ધિજીવી પત્રકારો પાસેથી કોઈ સહેશન,કે સવાલ રજુ થાય ત્યારે બીજા માટે માર્ગદર્શક બની જતા હોય છે,દરેક સાચી અને સારી વાતનો સ્વીકાર અને મજબૂત સંગઠન બનાવવાની ભાવના ના કારણે ત્રણ ચાર કલાકની મેરેથોન ચર્ચા માત્ર કચ્છ મા કેમ..?? પોતાની નહીં જ્યાં પત્રકાર જગતની પીડા રજૂ થતી હોય,નિજ સ્વાર્થ નહીં પરોપકાર નું ભાથું તૈયાર થતું હોય ત્યાં મનોમંથન ખૂબ જરૂરી હોય છે,જે બીજા માટે માર્ગદર્શક બની જતું હોય છે.આ મિટિંગ ને સફળ બનાવવા તમામ વ્યવસ્થા સ્થાનિક ટીમ એટલે કે જયમાલસિંહ જાડેજા ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.જ્યાં કચ્છી શાલ ઓઢાડી સ્વાગત,ને બીજા ઉપપ્રમુખ દ્વારા ભાગવત ગીતા અને ભગવાન રામ ની તસવીરો ભેટ કરી તમામ પત્રકારો નું બહુમાન કરાયું હતું.
આ કાર્યક્રમ માં હિતેષભાઇ ,શમશેરભાઈ, એ કે શેખ,સલીમ ભાઈ,નિતેશ ભાઈ ગોર,મહેન્દ્રભાઈ, વારિશભાઈ, ભુપેન્દ્રભાઈ મહેશ્વરી,ઇરફાનભાઈ,કસમ ભાઈ,રમેશદાન ગઢવી,હિમાંશુ ગોર, બિપિન ભાઈ,તેમજ કે.ડી જાડેજા,મહેશ પંડ્યા,વિમલભાઈ સોની અમૃતલાલ દવે,રોહિત પઢિયાર સહિત પત્રકારો એ ચર્ચામાં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ કર્યો હતો..




