HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં રોડ રસ્તા,ગામતરમાં પ્લોટ ફાળવણી,ટ્રાફિકની સમસ્યા, તળાવમાં પાણી ભરવા બાબત,વીજ લાઇનની કામગીરી,જમીન અંગે, કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીશ્રીઓ દ્રારા રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું. તેમજ આવનાર સંકલન બેઠક માં વાર્ષિક આયોજન લઈ ઉપસ્થિત રહેવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં સાંસદશ્રી શોભનાબેન બારૈય, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા,હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જીલ્લા પોલીસ વડાશ્રી વિજયભાઈ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!