હિંમતનગરના ગાંભોઇ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને શોર્ટ ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ, સિધ્ધિઓની માહિતી અપાઈ*
◊*હિંમતનગરના ગાંભોઇ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
**
*વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને શોર્ટ ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ, સિધ્ધિઓની માહિતી અપાઈ*
**
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની ઉપસ્થિતિમા વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથ ગાંભોઇ પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને વર્ક ઓડર સહિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ વિકસિત ભારત અંગેની ફિલ્મ નિહાળી હતી..
ગાંભોઇ ખાતે આયોજિત કાર્યક્રમમાં અગ્રણી હિતેશભાઈ પટેલ, સરપંચ શ્રી મંજુલાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી સુરેશચંદ્ર ડાભી સહિત વિવિધ મહાનુભાવો, સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મેહુલપટેલ