તા.૨૨.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Daho:દાહોદ તાલુકાના ભાટીવાડા ગામ ખાતે નિર્માણાધિન NTPC કંપની ના પ્રોજેક્ટ માં ભીષણ લાગી આગ
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે આવેલ એન.ટી.પી.સી.ના સોલાર પ્લાન્ટમાં ગત રાતે અકસ્માતે આગ ભભૂકી ઊઠતાં અને સુસવાટા મારતા તેજ પવનને કારણે આગ વધુ ભીષણ બનતાં આગ ઓલવવામાં દાહોદ ફાયર બ્રિગેડને ઝાલોદ, છોટાઉદેપુર તથા ગોધરાના ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી અને 30થી પણ વધુ ડંકલ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત ૯ થી ૧૦ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ મંડાઇ રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ હાશકારો લીધો હતો. જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકાના ભાઠીવાડા ખાતેના એનટીપીસીના સોલાર પ્લાન્ટમા પાછળના ભાગે તણખા ઝરતા અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે ભારે પવનને કારણે આગ વધુ ભીષણ બની હતી. સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટિક, કાર્બન, વગેરે બળવાને કારણે નહીં ઉત્પન્ન થતા ગેસથી આગ ઓલવવાની કામગીરીમાં બાધા ઊભી થવા પામી હતી. અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આવા સમયે આગ ઓલવવામાં સતત ખડે પગે રહેલી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગનીભીષણતા જોઈ ઝાલોદ, છોટાઉદેપુર તેમજ ગોધરાના એક એક ફાયર ફાઈટરની મદદ લીધી હતી આમ દાહોદની ચાર ગાડી, ઝાલોદની એક છોટાઉદેપુરની એક ગોધરાની એક અને બે ટેન્કરની મદદ થી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે 30થી વધુ ડંકલ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લિટર પાણીનો સતત નવ થી દશ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં સોલાર પ્લેટો સહિતનો કરોડો રૂપિયાનો સરસ સામાન બળીને ખાક થઈ ગયાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ તે અંગેની તરેહ તરેહની ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે. આગ વધુ ભીષણ બને તે પહેલા જ સોલાર પ્લાન્ટના સિક્યુરિટી સહિતના માણસોનું રેસ્ક્યુ કરી તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે