વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સાબર કલા સંસ્થા દ્વારા હિંમતનગર ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સાબર કલા સંસ્થા દ્વારાહિંમતનગર ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો
*ઝવેરચંદ મેઘાણી ની કવિતા અતુલભાઇ દીક્ષિતે ગાઈ*
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સાબર કલા સંસ્થા હિંમતનગર દ્વારા વિશ્વ સંગીત દિવસ નિમિત્તે તારીખ ૧૯/૭/૨૫ ના રોજ હિંમતનગર ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો. અંગે આ પ્રસંગે સમારંભ અધ્યક્ષ સ્થાને હિંમતનગર તાલુકાના ધારાસભ્ય વી.ડી.ઝાલા ઉપસ્થિત રહ્યા હતા સાથે હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, સ્કાઉટ ગાઈડ સંઘ ના ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત, જાયન્ટ્સ ગ્રુપ હિંમતનગરના પ્રમુખ પી.જી. મહેતા, જાયન્ટ્સ સહિયર ગ્રુપ ના પ્રમુખ સોનલબેન મહેતા, હિંમતનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ વૈદ મહેમાન સ્થાને ઉપસ્થિત રહ્યા. તમામ મહેમાનોનું બુકે અને મોમેન્ટ આપી સાબર કલા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રસંગિક વક્તવ્યમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શહેરમાં યોજાતી સંગીતની આ પ્રવૃત્તિને ખૂબ બિરદાવી હતી અને સરકારના કલાકારોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસને વખાણ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્ધ ગાયકો અલકા ડોડીયા, કમલ નાયક, ધેનું નાયી, ઉન્નતી રાવલ, તેજસ રાવલ, ભાવેશ શાહ દ્વારા વાદ્યવૃંદ સાથે ગુજરાતી સંસ્કૃતિને અનુરૂપ ગીતોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાન સ્થાને ઉપસ્થિત અતુલભાઇ દીક્ષિત દ્વારા મેઘાણીની એક રચના ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી જેને પ્રેક્ષકો તરફ થી સુંદર આવકાર મળ્યો હતો. આ કાર્યક્રમને માણવા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ને સફળ બનાવવા સાબર કલા સંસ્થાના પ્રમુખ રાજન વ્યાસે ખુબ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.અરવિંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




