
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મહારાષ્ટ્ર રાજ્યના એક કાર ચાલકે પોતાના કબજાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભેંસકાતરી અને ઝાવડા ફોરેસ્ટ નાકાને નુકશાન પહોંચાડ્યુ હતુ.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ ખાતે રહેતા ફિરોજ રઈસ મનસુરી પિંજારી પોતાના કબજાની હ્યુન્ડાઈ વરના કાર રજી. નં.MH -46-P-5157 લઈને વઘઈ તાલુકાના ઝાવડા – ભેંસકાતરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે નશાની હાલતમાં પોતાના કબજાની હ્યુન્ડાઈ વરના કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઝાવડા ફોરેસ્ટ નાકાને નુકસાન પહોંચાડ્યુ હતુ. તેમજ ત્યાંથી નાસી જઈ આગળ ભેંસકાતરી ફોરેસ્ટ નાકાને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતુ અને કાર ચાલક ટક્કર મારીને કાર લઇ વ્યારા તરફ નાસી છૂટયો હતો.જેથી ભેંસકાતરી ફોરેસ્ટ નાકા પર હાજર રોજમદાર એ પોતાના ઉપરી અધિકારીને પણ તાત્કાલિક જાણ કરી હતી.ત્યારે અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા.જોકે થોડા સમય બાદ આ કાર ચાલક ફરી કારને વ્યારા તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભેંસકાતરી તરફ આવી રહ્યો હતો.જેની જાણ વન વિભાગની ટીમને થતા ભેંસકાતરી ફોરેસ્ટ નાકા પર નાકાબંધી કરી કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યા હતો.અને આ અંગેની વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધી,નશાની હાલતમાં જણાઈ આવેલ કાર ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.હાલમાં વઘઈ પોલીસે આરોપીનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




