HIMATNAGARSABARKANTHA
ઊમિયા સમાજવાડી, હિંમતનગર ખાતે એડવાન્સ કરાટે કુમિતે ટ્રેનીંગ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતુ
અહેવાલ:- પ્રતિક ભોઈ
તારીખ ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ઊમિયા સમાજવાડી,હિંમતનગર ખાતે એડવાન્સ કરાટે કુમિતે ટ્રેનીંગ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતુ ઉપરોક્ત સેમિનારમાં રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ મેડાલિસ્ટ એવા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ૬૦ ખેલાડીઓને ઇન્ટરનેશનલ પ્લેયર ડબલ્યુ.કે એફ સીરીઝ ગોલ્ડ મેડાલિસ્ટ, વર્લ્ડ કોમ્બેટ ગેમ્સ મેડાલિસ્ટ, સાઉથ એશિયન ગોલ્ડ મેડાલિસ્ટ,ખેલો ઇન્ડિયા ગોલ્ડ મેડાલિસ્ટ, કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ, નેશનલ કરાટે ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ, એવા ગોલ્ડન બોય નેશનલ કરાટે ટીમ કેપ્ટન પ્રણય શર્મા ધ્વારા એડવાન્સ કરાટે કુમિતેની ટ્રેનીંગ આપવામાં આવી હતી એડવાન્સ કરાટે કુમિતે ટ્રેનીંગ સેમિનાર નું આયોજન સેકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા ( ગુજરાત ) ના હેડ કોચ જુજારસિંહ.કે વાઘેલા ધ્વારા કરવામાં આવેલ