SABARKANTHA

સાબર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી SGFI-2024 ની એથ્લેટિક્સ રમત સ્પર્ધા ની મુલાકાત

આજ રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા સંચાલિત એસજીએફઆઇ સ્પર્ધામાં હિંમતનગરના માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય એ સાબર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી SGFI-2024 ની એથ્લેટિક્સ રમત સ્પર્ધા ની મુલાકાત લઈ ખેલાડીઓને શુભેચ્છા પાઠવેલ. અને ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા ભારતના ખેલાડીઓ ની જેમ ગુજરાતની આવનારી પેઢી પણ રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરે તેવા શુભ આશિષ સાથે પ્રોત્સાહન પૂરું પાડેલ અને તેઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરેલ.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!