IDARSABARKANTHA

**હિંમતનગર નગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી: અરુણાબેન કડિયા બન્યા પ્રમુખ

**હિંમતનગર નગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી: અરુણાબેન કડિયા બન્યા પ્રમુખ**

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકામાં ભાજપના સ્પષ્ટ બહુમતીથી વિજય મેળવ્યા બાદ આજે નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય મહત્વના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે.

નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી વિશેષ બેઠકમાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ભાજપના મેન્ડેટ અનુસાર ઓબીસી અનામત બેઠક પરથી અરુણાબેન કડિયાને નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ગોપાલસિંહ રાઠોડ*ને ઉપપ્રમુખઅને *રાહુલ પટેલને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ઉપરાંત, શશિકાન્ત સોલંકને શાસક પક્ષના નેતા અને રાજેન્દ્ર શર્માને દંડક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

બેઠક દરમિયાન ભાજપના ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા મહામંત્રી સહિતના આગેવાનોએ નવા પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યકરોએ જીતના નારા લગાવી ઉજવણી કરી હતી.

નવા પ્રમુખ અરુણાબેન કડિયાએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેમણે શહેરના વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા અને જનસેવાને કેન્દ્રમાં રાખીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ વરણી સાથે હિંમતનગર નગરપાલિકાના આગામી પાંચ વર્ષના વહીવટની દિશા નક્કી થઈ ગઈ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!