હિંમતનગરના ઋષિ નગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં માતા-બાળકની ભલાઇના સનેડાનું આયોજન કરાયું

અહેવાલ:- પ્રતિક ભોઈ
*હિંમતનગરના ઋષિ નગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં માતા-બાળકની ભલાઇના સનેડાનું આયોજન કરાયું*
****


સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ઋષિ નગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં માતા-બાળકના આરોગ્ય અંગે જાગૃતિ આવે તે અર્થે “ભલાઇના સનેડા”નું આયોજન કરાયું હતું.
આરોગ્ય શાખા સાબરકાંઠા અને એક્શન અગેઈન્સ્ટ હંગર – પ્રોજેક્ટ વૃદ્ધિના સહયોગથી માતા બાળકના આરોગ્ય અંગે જાગૃતિ આવે તે અર્થે “ભલાઈ સનેડો” તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કિશોરીના સ્વાસ્થ્ય, સગર્ભાવસ્થાની કાળજી, એનિમિયા, સ્તનપાન, આહાર જેવા મહત્વપૂર્ણ બાબતોની સમજૂતી આપવામાં આવી છે. જેને સમગ્ર જિલ્લાના તમામ નવરાત્રી મહોત્સવમાં લાઉડ સ્પીકર પર સનેડાનો ઓડિયો વગાડી જન હિતમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
આ લોકજાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ માતા બાળકની ભલાઈના સનેડાના તાલે જુમી ગરબા રમ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સ્થાનિક રહીશોને માં અંબાની ભક્તિ સાથે આરોગ્યની કાળજીના સંદેશાને અપનાવી સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવન બનાવવા સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા.કોર્પોરેટરશ્રી શશીકાંતભાઈ દ્વારા સ્થાનિક પ્રજાજનોને આયુષ્માન કાર્ડ, સીજનલ બીમારીઓ અને એનસીડીની કેમ્પ યોજવા અંગે માહિતી પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં કિશોર, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ અને સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.



