HIMATNAGARSABARKANTHA

હિંમતનગરના મોતીપુરા પાસે ખાનગી બસમાં મુસાફરો વચ્ચે થઈ બબાલ:પોલીસ ઘટના સ્થળે પહોંચી.

અહેવાલ:- પ્રતિક ભોઈ

હિંમતનગરના મોતીપુરા પાસે ખાનગી બસમાં મુસાફરો વચ્ચે થઈ બબાલ:પોલીસ ઘટના સ્થળે પહોંચી.

હિંમતનગર શહેરના મોતીપુરા ઓવર બ્રિજ નીચે ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અંદરો અંદર સામાન્ય બાબતે ઝગડ્યા હતા જોકે મુસાફરો વચ્ચે છુટા હાથની મારામારી થતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી દરમિયાનગીરી કરી હતી આ અંગે મળતી માહિતી અનુસાર તારીખ 8 જુનનાં રોજ બપોરના 2 વાગ્યાના સમયે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ખાનગી બસમાં મુસાફરો વચ્ચે કોઈ કારણ સર બોલાચાલી થઈ હતી બાદમાં મામલો છુટા હાથની મારામારી સુધી પહોચતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચાર જેટલા મુસાફરોને એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી છે.જોકે એક મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા આવ્યો છે.

Back to top button
error: Content is protected !!