આદિજાતિ વિજયનગરના બંધણા ગામના વતની બાબુલાલ કાથોડીનું પીએમ જન મન આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ

*આદિજાતિ વિજયનગરના બંધણા ગામના વતની બાબુલાલ કાથોડીનું પીએમ જન મન આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ*
*******************
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિજયનગર તાલુકાના બંધણા ગામના વતની બાબુલાલ ટોલાજી કાથોડીને પીએમ જન મન આવાસ યોજના અંતર્ગત સહાય મળતા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ છે.
વિજયનગર તાલુકાના બંધણા ગામના વતની બાબુલાલ કાથોડી જણાવે છે કે પીએમ જન મન આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.તેઓ જણાવે છે કે તેઓ અત્યંત ગરીબ કુટુંબમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમની સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી સ્થિતિ હતી.તેમણે પહેલા રહેવા માટે કાચું માટીનું જર્જરીત મકાન હતું. જેથી ચોમાસામાં વરસાદથી અને શિયાળામાં ઠંડીથી પરિવારને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમજ વરસાદમાં ઘરની ઘર વખરી પણ પલડીને બગડી જતી હતી. વરસાદમાં આખી રાત પલળતા જાગતા બેસી રહેવુ પડતુ હતુ.
તેમને પીએમ જન મન આવાસ યોજના થકી અંતર્ગત કુલ બે લાખની સહાય મળતા પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે.વધુમાં તેઓ જણાવે છે કે અમારા જેવા સામાન્ય માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે.પરંતુ આ સ્વપ્ન સકાર થયુ છે.
સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન થકી વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા છે.
અહેવાલ:- પ્રતીક ભોઈ



