વેજલપુર ગ્રામપંચાયતમાં સભ્યોની જાણ બહાર ખોટા ઠરાવ કર્યા હોવાનો સોશિયલ મીડિયામા ઓડિયો-વીડિયો વાયરલ

તારીખ ૧૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માં સભ્યો ની જાણ બહાર ખોટા ઠરાવ કર્યા હોવાથી સભ્ય પતિ દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રામ પંચાયત એ ખોટા ઠરાવ કર્યા હોવાનો રોષ વ્યાપ્યો છે જેથી સોશિયલ મીડિયા માં ઓડિયો વીડિયો વાયરલ થયા હતા જ્યાં વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મોટા તળાવ ની અંદર માછલાઓનું બિયારણ તેમજ ખાતર નાખી માછલાં પકડવાં માટે વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી દ્વારા કોઈ પણ જાહેર ખબર તેમજ પેપર પ્રસિદ્ધિ વગર બારોબાર પંચાયત ના સભ્યો ની જાણ બહાર ઠરાવ કરવામાં આવ્યો અને આ તળાવ ની અંદર ખુબજ મોટા પ્રમાણ માં ગંદકી ફેલાયેલી જોવા મળી રહેલ છે જ્યારે આ તળાવ નું પાણી જેતે વિસ્તાર માં રહેતા લોકો ઉપયોગ કરતા હોય આ પાણી દુષિત થઈ ગયેલ છે અને આ માછલી પકડવાનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો અને કેવી રીતે આપવામાં આવ્યો અને કયા અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવી તે એક ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે હાલમાં આ તળાવની અંદર છાણ્યું ખાતર જેવું કોઈ કેમિકલ કે પછી કોઈ અન્યુ વસ્તુ કોઈ ઈસમો દ્વારા નાખવામાં આવેલ હોય અને કોઈ કાવતરૂ રચી આ તળાવ નું પાણી દુષિત કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેવું જોવા મળી રહેલ છે અને એ તળાવનું પાણી આજુબાજુ વસવાટ કરતા રબારી, ભરવાડ તેમજ ગામજનો તેઓની મોટા પ્રમાણમાં ગૌવંશ તેમજ ભેંસો ,બકરી જેવા પ્રાણીઓ પીવે છે અને દરેક સમાજ ના લોકો કપડાં ધોવા પણ મોટી સંખ્યા માં આવે છે જેથી તેની જાણ વેજલપુર ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી ને કરવામાં આવેલ છે તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી દૂષિત કેમિકલ છે કે કોઈ ખાતર છે તેની તપાસ કરવામાં આવી નથી અને તેના સેમ્પલો લઇ લેબ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ નથી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી વેજલપુર ગામ માં કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઈ રહયા છે તેવુ લાગે છે.અને વધુ માં જો ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવેતો મોટા તળાવ ની બાજુમાં અડીને આવેલ કુવા તેમજ બોર આવેલ છે જે પાણી અડધું ગામ પાણી પીવે છે જેથી તળાવ નું પાણી દૂષિત કેમિકલ કે ખાતર વાળું હોય તો કુવા તેમજ બોર માં આ પાણી મિક્ષ થવાના કારણે માનવજીવન માટે ખતરા રૂપ સાબિત થાય તેમાં કોઈ નવાઈ ની વાત નહિ આ મોટા પ્રમાણ માં કેમિકલ કે ખાતર છે જેના કારણે ત્યાં લોકો ને દુર્ગંધ ફેલાઈ તેમ છે જેથી આ ઠરાવ કેવી રીતે કરવામાં આવ્યો અને કોને કેવી રીતે કઈ સત્તા ને આધીન અને કેવી રીતે ઠરાવ તેમજ પરમિશન આપવામાં આવી તેની તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો જણાવી રહ્યા છે.





