ચેતી જાવ આર.બી.આઈ એ પણ ચેતવણી આપી છે . વિદેશી મુદ્રા ક્રિપ્ટો કરન્સી ડિજિટલ કરન્સી સુરક્ષિત નથી

ચેતી જાવ હજી સમય છે. લે ભાગુ બોગસ અને વાહિયાત 420 ધુતારાઓ થી
તમે વિચારો તો ખરા જો આટલું બધું વ્યાજ માસિક 3% સરકારી સંસ્થાઓ ને પોસાતું નથી તો અન્ય લે ભાગુ સંસ્થાઓ ને કેવી રીતે પોષાતુ હશે.
ચેતી જાવ આર.બી.આઈ એ પણ ચેતવણી આપી છે . વિદેશી મુદ્રા ક્રિપ્ટો કરન્સી ડિજિટલ કરન્સી સુરક્ષિત નથી . સિમ્પલ ઉદાહરણ તમને આટલું બધું 3% વ્યાજ તમારી મૂડી ઉપર ક્યાંથી આપવામાં આવે જે કંપની પાસે પોતાના કોઈ બિઝનેસ પ્લાન અને ઔદ્યોગિક એકમો સ્થાવર જંગમ મિલકતો પણ નથી. પણ નથી પોતાની પાસે ચોક્કસ સરકારી ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ લાઇસન્સ પણ નથી .તમને શા માટે તમારા મૂડી ના 3%વ્યાજ આપે છે ક્યારેય વિચાર્યું છે?
સરકારી સંસ્થાઓ પોસ્ટ એલ.આઇ.સી રાષ્ટ્રીયકૃત બેંકો તમને આટલું માસિક 3% વ્યાજ આપી શકતી નથી . તો આવી બોગસ કંપની તમને વગર બિઝનેસ પ્લાટ કે ચોક્કસ ગેરન્ટેડ સિક્યુરિટી એ 3%વ્યાજ કઈ રીતે આપે છે.સાબરકાંઠા જિલ્લા માં અને આસપાસના અન્ય જિલ્લા ઓ માં શિક્ષકો દ્વારા ખૂબ મોટી સંખ્યા માં વિદેશી મુદ્રા ઇનોવેસ્ટમેન્ટ ટ્રેડિંગ બિઝનેસ કરવામાં આવી રહ્યો છે. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે . સરકારી શિક્ષકો સરકારના પ્રતિનિધિ છે તેઓ જ્યાં સુધી સરકારમાં સેવા આપે છે ત્યાં સુધી કોઈ પ્રાઇવેટ બિઝનેસ અથવા તો કોઈપણ જાતના ટ્રેડિંગ બિઝનેસ માં પોતે જોડાઈ શકે નહીં. છતાં પણ નિતિ નિયમો નેવે મૂકી
અ સુરક્ષિત ટ્રેડિંગ બિઝનેસ માં જોડાયા છે. સરકાર શ્રી દ્વારા અને સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ જોવા મળશે એ વાતમાં કોઈ નવાઈ નહીં તેવું સમગ્ર સાબરકાંઠા તેમજ આસપાસના જિલ્લાઓમાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા youtube ઉપર ક્રિપ્ટો કરન્સી વિશે ચેતવણી આપતા અનેક વિડીયો મુકવામાં આવેલા છે.
ભૂતકાળ માં અનેકો કંપનીઓ સહારા કિંગફિશર રેમો જવી વિશાળ કાય કંપની ઓ નુકસાનમાં ગઈ છે. અને તેના શેર હોલ્ડરોને ઇન્વેસ્ટરો ને નુકસાન વેઠવા નો વારો આવ્યો છે.
સામાન્ય માણસ પોતાના જીવનની આખી મૂડી પુંજી લે ભાગુ કંપની ઓ મા વધુ વ્યાજ ની લાલચે ઇન્વેસ્ટ કરે છે. અને પછી આખી જિંદગી પસ્તાય છે. માટે સરકારી સંસ્થા સરકાર માન્ય સંસ્થાઓમાં જ તમારા પોતાના નાણા સુરક્ષિત હોય છે. તે વિચારવા જેવું વિષય છે.


