સાબર સ્ટેડિયમ ખાતે કોચોને જલસા કોઈ પૂછવા વાળું જ નથી મિસ મેનેજમેન્ટ નો અભાવ

સાબર સ્ટેડિયમ ખાતે કોચોને જલસા કોઈ પૂછવા વાળું જ નથી મિસ મેનેજમેન્ટ નો અભાવ
સાબરકાંઠા જિલ્લામાં આવેલ રમત ગમત સંકુલ સાબર સ્ટેડિયમ સવારે અને સાંજે રમત ગમત ડિસ્ટ્રિક્ટ સ્ટેટ અને નેશનલ લેવલના ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે ત્યારે તેમના ભવિષ્ય સાથે ત્યાંના કોચીસ રમત રમી રહ્યા છે નિયમિત સેશન શરૂ થતા નથી.ચાલુ સેશન દરમિયાન ક્યાંક તો ચા કોફી પિતા ગપાટા મારતા નિહાળવામાં આવે છે. ચાલુ સેશનમાં કોચીસ ટ્રેનરોને તાલીમ સોંપી પોતે વીઆઈપી સાથે વોક ઉપર નીકળી જાય છે ક્યાં તો તેમની સાથે બેટમિન્ટન રમવા તે નિત્ય બની ગયું છે. ક્યાં તો વી.આઈ.પી લોકો ની સેવા આપતા દેખાય રહ્યા છે. આવી કમ્પ્લેનો વારંવાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં કરવામાં આવેલ છે છતાં પણ પરિણામ શૂન્ય છે સરકાર શ્રી દ્વારા પગાર આપવા લાખો કરોડોમાં ખર્ચ થઈ રહ્યો છે મોટા મોટા પેકેજ આપવામાં આવે છે બાળકો અને રમત ગમતના ખેલાડીઓને તૈયાર કરવા માટે શું સરકારશ્રી નો પગાર અને લોકોના ટેક્સના પૈસા આજ રીતે વેડફાઈ રહ્યો છે હિંમતનગર શહેર તેમજ સાબરકાંઠા જિલ્લામાં મોટો ચર્ચાનો વિષય બની રહ્યો છે જો અને લોક મુખે ચર્ચાઈ રહ્યું છે સાબર સ્ટેડિયમ ના સી.સી.ટીવી કેમેરા ખંગારવામાં આવે તો સમગ્ર હકીકતો ઉચ્ચકક્ષાના અધિકારીઓના સમક્ષ આવે તેમ છે તેવું સાબરકાંઠાની પ્રજા ઈચ્છે રહી છે.



