HIMATNAGARSABARKANTHA

રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પાયલોટીંગ સાથે હેરાફેરી કરતા વોન્ટેડ ઇસમ. સાથે મળી કુલ કિં.રૂ.૮,૭૭,૯૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ

રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પાયલોટીંગ સાથે હેરાફેરી કરતા વોન્ટેડ ઇસમ સાથે અન્ય ઇસમોને ગાડીઓમાં ભરેલ દારૂ/બીયર બોટલ/ટીન નંગ-૧૫૩૬ કિ.રૂ.૩,૫૭,૯૮૪/-, સાથે મળી કુલ કિં.રૂ.૮,૭૭,૯૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, VC પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. કમલેશસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા આ.હે.કો. પ્રકાશભાઈ તથા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ, તથા તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ, તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. દોલતભાઇ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો તા.૨૫/૦૭/૨૦૨૫ નારોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહનમાં પ્રોહી વોચ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિંમતનગર વક્તાપુર સોઇ મંદિર આગળ જતા સાથેના અ.પો.કો. જ્ઞાનદિપસિંહ વિજયસિંહ બ.નં.૬૫૩ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો જીપ નંબર-GJ.09.BD.2925 માં એક ઇસમ રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઇડર થઇ હિંમતનગર તરફ આવનાર છે અને તેની આગળ-એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નંબર-GJ.03.KP.7247 થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સફેદ કલરની મહીન્દ્રા બોલેરો જીપ નંબર-GJ.09.BD.2925 નું પાઇલોટીંગ કરે છે.” જે બાતમી હકીકત આધારે વક્તાપુર સાંઇ મંદીર આગળ રોડ ઉપર નાકાબંધી કરી ઇડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમ્યાન ઇડર તરફથી બાતમી મુજબની પાયલોટીંગ કરતી ઇકો ગાડી નંબર-GJ.03.KP.7247 તથા તેની પાછળ એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો જીપ નંબર-GJ.09.BD.2925 ગાડીઓ આવતા સરકારી વાહનની આડાશ કરી રોડ બ્લોક કરી ગાડીઓ ઉભી રાખવા ઇશારો કરતા બન્ને ગાડીઓના ચાલકોએ પોતાના કબ્જાની ગાડીઓ ઉભી કરી રાખી દીધેલ તેમજ પકડાયે બન્ને ગાડીઓમાં જોતાં ઇકો ગાડી નંબર- GJ.03.KP.7247 માં ચેક કરતા તેમાં બીજા બે ઇસમો હોઇ તેમજ ગાડીમાં કોઇ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવેલ નહી અને મહીન્દ્રા બોલેરો જીપ નંબર-GJ.09.BD.2925 માં ચાલક ડ્રાયવર બેસેલ હોય જેમાં ચેક કરતા ચાલકની બાજુમાં સીટમાં તથા વચ્ચેની સીટમાં તથા પાછળની સીટમાં પગ મુકવાની જગ્યાએ ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની પેટીઓનો જથ્થો ભરેલ હોઇ મળી આવેલ વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૧૫૩૬ કિ.રૂ.૩,૫૭,૯૮૪/-તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા બોલેરો જીપ નંબર-GJ.09.BD.2925 ની કિ.રૂ.૨,00,000/-તથા મારૂતી સુઝુકી ઇકો ગાડી નંબર-GJ.03.KP.7247 ની કિ.રૂ.3,00,000/- મળી કુલ કિ.રૂ.૮.૭૭,૯૮૪/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર. નં. ૧૧૨૦૯૦૧૭૨૫૦૬૫૭/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫એઇ, ૮૧, ૮૩ મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) પ્રકાશ સ/ઓ રમશેભાઇ ઉર્ફે રમેશચંન્દ્ર સવજી ખરાડી ઉ.વ.૩૧ રહે.માડા લોડવાડા તા.બીંછીવાડા જી.ડુંગરપુર, રાજસ્થાન.

(૨) શાંન્તીલાલ સ/ઓ જગુભાઇ વાઘા ખરાડી ઉ.વ.રર રહે.ઓડાબડા તા.બીછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન

(૩) જીતેન્દ્ર સ/ઓ રમશેભાઇ ઉર્ફે રમેશચંન્દ્ર સવજી ખરાડી ઉ.વ.૨૫ રહે.માડા લોડવાડા તા.બીંછીવાડા જી.ડુંગરપુર, રાજસ્થાન

(૪) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રહે,ગામડી લોડવાડા, તા.બીંછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન

પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર મંગાવનાર અજાણ્યો ઇસમ જેનુ પુરૂ નામ સરનામું જણાઇ આવેલ નથી.

(૨) ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર આપનાર ઉમેશ જેનુ પુરૂ નામ સરનામું જણાઇ આવેલ નથી

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ/નાસતો ફરતો

(૧) પ્રકાશ સ/ઓ રમશેભાઇ ઉર્ફે રમેશચંન્દ્ર સવજી ખરાડી રહે.માડા લોડવાડા તા.બીંછીવાડા જી.ડુંગરપુર, રાજસ્થાનનાનો હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર. નં.૧૧૨૦૯૦૧૬૨૪૦૮૫૯/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬પએઇ, ૮૧, ૮૩ મુજબના ગુન્હામાં નાસતો ફરતો છે.

Back to top button
error: Content is protected !!