પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ફ્રેન્ડઓફ એનિમલ અને પશુ ચિકિત્સક દ્વારા પોપટ,ગાય અને વાનરની સારવાર કરાઈ

તારીખ ૧૫/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વન વિભાગ અને કરુણા અભિયાન ૨૦૨૫ હેઠળ કાલોલ પશુ દવાખાને પાસે પક્ષી બચાવો નો સ્ટોલ ઊભો કરવામા આવ્યો હતો જેમાં ફ્રેન્ડ્સ ઓફ એનીમલ સંસ્થા ના કાર્યકરો હાજર હતા જ્યાં ઉતરાયણ પર્વ માં પતંગ નાં દોરા વડે નિર્દોષ પક્ષીઓ ઈજાગ્રસ્ત બનતા હોય છે ત્યારે મોટા ભાગના પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે ત્યારે ઈજાગ્રસ્ત પક્ષુ પક્ષીઓ ની સારવાર માટે કાલોલ ખાતે આયોજન કરાયું હતું જેમાં ઉતરાયણ ના પર્વ દિવસે કાલોલની કોલેજની બાજુમાં કૃષ્ણ કુંજ સોસાયટીમાં ગાય ના પૂછડા ના ભાગે પતંગ ના દોરાથી પૂછડું કપાઈ ગયું હતું.તેમજ એક પોપટ ની પાંખમાં દોરો ભરાઈ જતાં ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે એક વાંદરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હતો જેને પશુ દવાખાના લાવવામાં આવ્યો હતો જ્યાં વડોદરા રિજિયન ના રીજિયોનલ જોઈન્ટ ડાયરેકટર ડૉ પી.એસ.ડામોર અને જિલ્લા પંચાયત પંચમહાલ ના નાયબ પશુપાલન નિયામક ડો એન. એ. પટેલ હાજર હતા જેઓની રાહબરી હેઠળ વાંદરાં ની સારવાર કરવામાં આવી હતી અને તેને પણ પશુ ચિકિત્સક રૂચિત પટેલ અને ફ્રેન્ડઑફ એનિમલ વેલ્ફ ટ્રસ્ટ ટીમ દ્વારા ઈજાગ્રસ્ત પોપટ,ગાય અને વાંદરા ને પ્રાથમિક સારવાર આપી હતી.







