જગદીશ ત્રિવેદીનાં બે કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાની હિન્દુ શાળા માટે 1,17 કરોડ એકત્ર કર્યા.

તા.17/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક જગદીશ ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયાનાં સાંસ્કૃતિક પ્રવાસે છે જ્યાં સીડનીના ગુજરાતી સમાજે હિન્દુ શાળા બનાવવા માટે એમનાં બે કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબરામાં ૩૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર અને સીડનીમાં ૧,૮૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર મળીને કુલ ૨,૧૦,૦૦૦ ડોલર એટલે કે ભારતના એક કરોડ સત્તર લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું હતું જગદીશ ત્રિવેદીએ આ બે કાર્યક્રમ માંથી પુરસ્કાર પેટે એકપણ રૂપિયો લેવાને બદલે પોતાના તરફથી ૨૫૦૦ ડોલરનું દાન કર્યું હતું અને એમની આ નિઃસ્વાર્થ ભાવના જોઈને ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુઓએ ઝોળી છલકાવી દીધી હતી ઓસ્ટ્રેલિયામાં રહેતા કથાકાર અને સમાજ સેવક પૂજય જગદીશભાઈ ત્રિવેદી તેમજ ગુજરાતી સમાજના પ્રમુખ અનીશ પટેલ, ઉપપ્રમુખ પ્રશાંત ભાલાળા, મહામંત્રી પ્રદીપ પરમાર તેમજ સૌ આગેવાનોએ જણાવ્યું હતું કે અમે પચીસ હજાર ડોલર એકત્ર થાય તો ઘણું એવી આશા રાખી હતી પણ કરૂણાવાન કલાકાર જગદીશ ત્રિવેદી પાસે હિન્દુત્વની અદભૂત વાતો સાંભળી સૌ વશિભૂત થયા હતા અને અમારી અપેક્ષા કરતાં દસગણું વધારે દાન મળ્યું હતું આ સાથે જગદીશ ત્રિવેદી દ્વારા થયેલી સમાજ સેવાનો આંકડો પંદર કરોડને પાર કરી ગયો છે.




