સાબરકાંઠા જિલ્લાની ઈડર સેશન્સ કોર્ટ

*સાબરકાંઠા જિલ્લાની ઈડર સેશન્સ કોર્ટ* માં પોકસો કેસ નંબર 13/22 ના કામે આરોપી ભરતભાઈ ઉર્ફે ( ભેરાભાઈ ) હરીશભાઈ ડાભી રહે- દંત્રાલ તાલુકો પોશીના નાઓને ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 363 માં સાત વર્ષની સજા તથા 10,000 નો દંડ તથા કલમ ૩૬૬માં સાત વર્ષની સજા તથા 10,000 નો દંડ તથા કલમ 376 માં તથા પોક્સો એક ની કલમ ૪,૫ એલ ૬ માં કસૂરવાર ઠરાવી ૨૦ વર્ષની સજા તથા 15-15 હજાર નો દંડ નો હુકમ *મદદનીશ જિલ્લા સરકારી વકીલ શ્રી પ્રણય જયંતીલાલ સોની* ની દલીલોના આધારે તથા તેઓએ રજૂ કરે મૌખિક તથા લેખિત પુરાવાના આધારે નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલ છે સદર કેસની બીના એવી છે કે આ કામની ભોગ બનનાર ધોરણ 10 માં હડાદ મુકામે અભ્યાસ કરતી હતી અને પ્રાઇવેટ વાહનમાં અપડાઉન કરતી હોય તે બનાવ ના દિવસે પ્રાઇવેટ વાહનમાં પોશીનાથી હડાદ જવા નીકળેલ ત્યારે આ કામના આરોપીએ પોતાના પ્રાઇવેટ વાહનમાં ભોગ બનનારનું અપરણ કરી લઈ જય તેણીની ને પાંચ માસ સુધી જુદી જુદી જગ્યાએ કાઢી રાખી અવારનવાર ભોગ બનનાર સાથે બળાત્કાર કરી ગુનો કરેલ હોય તે બાબતની ફરિયાદ થતા ઇડર સેશન કોર્ટ દ્વારા આરોપીને ફૂલ 20 વર્ષની સજા તથા 50000 રૂપિયાનો દંડનો હુકમ કરેલ છે
અહેવાલ:- પ્રતિક ભોઈ


