સાબરકાંઠા અરવલ્લી જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની જનરલ સભા નવી જિલ્લા પંચાયત ના સભાખંડમાં યોજાઇ
અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા અરવલ્લી જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની જનરલ સભા નવી જિલ્લા પંચાયત ના સભાખંડમાં યોજાઇ
*બેગ-લેસ દિવસે સ્કાઉટ ગાઈડ પ્રવુતી દ્વારા બાળકો નો સર્વાંગી વિકાસ કરીએ- પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી*
પ્રમુખ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિમાંન્સુ નીનામા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અંગત મદદનીશ શ્રી અજયભાઈ સોની, જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોની, જિલ્લા સ્કાઉટ કમિશનર શ્રી નીતિનભાઈ ગુર્જર અને જિલ્લા ગાઈડ કમિશનર શ્રીમતી ભારતીબેન ચૌધરી અન્ય હોદ્દેદાર શ્રીઓ, શ્રી ચૈતન્ય ભટ્ટ, કારોબારી સભ્યો અને જિલ્લા ની વિવિધ શાળા ઓ માં થી શિક્ષક શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
જનરલ સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી થઈ હતી. સાબરકાંઠા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓમાં સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ ચાલે છે ત્યાં શનિવારના રોજ બેગ લેસ ડે ના દિવસે સ્કાઉટ ગાઈડ પ્રવુતિ કરાવી ઉજવણી કરવી જોઈએ. એવું સૂચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સાહેબ એ કર્યું હતું. ચાલુ વર્ષ 2025- 2026 ના કાર્યક્રમમાં પર્વતારોહણ કાર્યક્રમ, વિવિધ દિવસોની ઉજવણીના કાર્યક્રમો દરિયાઈ જીવસૃષ્ટિ જામનગર ની મુલાકાત, રાજ્ય પુરસ્કાર એવોર્ડ પરીક્ષા તેમજ સ્કાઉટ શિક્ષકો માટે બેઝિક કોર્સ અને એડવાન્સ કોર્સ નું આયોજન કરવાનું નક્કી થયું હતું. આ ઉપરાંત તિરંગારેલી ગ્રાહક સુરક્ષા રેલી મતદાર જાગૃતિ રેલી, લખનઉ મુકામે યોજાનાર નેશનલ જાંબુરી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માં ભાગ લેવાની ચર્ચા થઈ હતી. જનરલ સભાના અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ નીનામાએ જણાવ્યું હતું કે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ એ ઉત્તમ નાગરિક બનાવવાની પ્રવૃત્તિ છે તેથી આમાં વધુમાં વધુ શાળાઓ જોડાઈ એવું એમણે અનુમોદન કર્યું હતું જનરલ સભાના અંતે જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત સાહેબે જણાવ્યું હતું કે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ એ બાળકના સર્વાંગી વિકાસ કરતી પ્રવૃત્તિ છે અને તેનું જીવનમાં ખૂબ જ આગવું સ્થાન છે