IDARSABARKANTHA

વડાલીના ગીરીશભાઇ પટેલે ચણાના ટેકાના ભાવે વેચાણ કરી ચાર એકરમાંથી ૨ લાખથી વધુની કમાણી કરી

વડાલીના ગીરીશભાઇ પટેલે ચણાના ટેકાના ભાવે વેચાણ કરી ચાર એકરમાંથી ૨ લાખથી વધુની કમાણી કરી

 

*****

 

સરકાર ખરીદે છે ટેકાના ભાવે સોના સરિખો પાક….

 

ચોખ્ખા નફા અને રોકડ નાણાંથી થાય ખેડૂત ખુશખુશલ

 

****

 

ખેડુત જગતનો તાત ગણવામાં આવે છે. ખેડૂત આખુ વર્ષ મહેનત કરીને પાકોનું ઉત્પાદન લેતા હોય છે. ખેડૂતને પાકના ભાવની ચિંતા થાય એ સ્વાભાવિક છે.પાકના ભાવ ઉંચા મળશે કે કેમ આ બબતને લઈને ખેડૂત હંમેશ ચિંતામાં હોય છે. ખેડૂતની ચિંતાને દુર કરવા અને ખેડૂતોને ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થતી હોય છે.

 

સાબરકાંઠા જિલ્લાના વડાલીના ખેડૂત ગીરીશભાઇ રામાભાઇ પટેલ જણાવે છે કે મે આ વર્ષે ચણાનું ટેકાના ભાવે વેચાણ કર્યું છે. મેં ચાર એકરમાં ચણાનું વાવેતર કર્યુ હતુ. જેમાંથી ૨૦૦ મણ (૪૦૦૦ કિલો) જેટલા ચણાનું ઉત્પાદન મેળવ્યું હતું. બજારમાં ચણાનો ભાવ ૮૫૦ થી ૯૦૦ જેટલો હતો.જ્યારે સરકારનો ટેકાનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૧૦૬૭ રુ. મળ્યો. મેં ચણાનું ટેકાના ભાવે વેચાણ કરીને ૨,૧૩,૪૦૦/- રુ.ની કમાણી કરી છે. બજારના ભાવ કરતા મને ૪૩ હજાર જેટલો નફો થયો છે. હું દરેક ખેડૂતોને નમ્ર અપીલ કરુ છું કે સરકાર આપણા ખેડૂતો માટે કાર્ય કરી છે. તો આપણે પણ સરકારને સહકાર આપવો જોઇએ. અને ટેકાના ભાવે પાકોનું વેચાણ કરવુ જોઇએ.

 

વડાલીના ખેડૂત સતિષભાઇ અમૃતભાઇ પટેલ જણાવે છે કે મે ૫૦ મણ (૧૦૦૦ કિલો) ચણાનું ટેકાના ભાવે વેચાણ કરેલ છે. મેં ૫૩ હજારથી વધુની કમાણી કરી છે. સરકાર ખેડૂતો માટે ખુબ સારુ કાર્ય કરી છે તે માટે અમે સરકારનો આભાર માનીએ છીએ.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!