હિંમતનગર કોર્ટ દ્વારા ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની સજાનો તથા દંડ નો હુકમ……

હિંમતનગર કોર્ટ દ્વારા ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની સજાનો તથા દંડ નો હુકમ……
પ્રતિમા હાર્ડવેરની માલિક પ્રતિમા સિંહાએ ઓપ્ટસ પ્રાઇવેટ કંપની ની બાકી લેણી રકમ રૂપિયા ૫,૦૯,૭૪૧/- નો ચેક આપેલો તે ચેક ‘સ્ટોપ પેમેન્ટ બાય ડ્રોઅર’ ના શેરા થી પરત આવતા ઓપ્ટસ પ્રાઇવેટ કંપની એ પોતાના ઓથોરાઈઝડ સિગ્નેચરી રોહિતભાઈ નટવરલાલ પંચાલ મારફતે હિંમતનગર ના મહેરબાન ચીફ જુડી શિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્ટ્રુ મેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરેલી.જે ફરિયાદ હિંમતનગરના મે. ત્રીજા એડિશનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી સુનિલભાઈ ચૌધરી સાહેબની કોર્ટ માં ચાલી જતાં ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ શ્રી ગીરીશભાઈ ભાવસારની કાયદાકીય દલીલો ધ્યાને લઇ નામદાર કોર્ટ દ્વારા આરોપી પ્રતિમા હાર્ડવેરની માલિક પ્રતિમસિહાને તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદની સજા અને ચેક ની રકમ રૂપિયા ૫,૦૯,૭૪૧/- નું વળતર ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે અને વળતરની રકમ ના ચૂકવે તો વધુ છ માસની કેદની સજા ભોગવવા નો હુકમ ફરમાવેલ છે. આ હુકમથી ચેક આપી નાણાં ના ચૂકવનાર ઇસમોમાં ફફડાટ વ્યાપેલ છે
અહેવાલ:- પ્રતિક ભોઈ



