ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જિલ્લા ની કાર્યકારીણી ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે યોજવા માં આવ્યું

ગુજરાત પત્રકાર એકતા જિંદાબાદ સૂત્રોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું
ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જિલ્લા ની કાર્યકારીણી ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે યોજવા માં આવ્યું
તારીખ -4 /8 /2024 ના રોજ આરાસુરી માં જગદંબા માં અંબે અને બ્રહ્માજી ની પુણ્ય ધરા પર ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જિલ્લા કાર્યકારણી યોજવામાં આવી આગામી જિલ્લા મહા અધિવેશન વિષે આયોજન અને પત્રકારો ના પડતર પ્રશ્નો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી
ઉપરોક્ત વિષયના અનુસંધા ને ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કાર્યકારિણી નું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ વિશેષ ગુજરાત પત્રકાર એકતા પરિષદના મહામંત્રી શ્રીમાન કિરણભાઈ મલેશિયા જોન પ્રભારી મનોજભાઈ રાવલ તલોદ શહેર પ્રમુખ વરિષ્ઠ પત્રકાર શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાય ની વિશેષ ઉપસ્થિતિ માં જિલ્લા કાર્યકારીણી યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી મેહુલભાઈ નિ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંકલન ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ બીપીનભાઈ જોશી અને સમગ્ર ખેડબ્રહ્મા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમ આગામી ગુજરાત પત્રકાર એકતા પરિષદના કાર્યક્રમ વિશે અને પત્રકારોના પડતર પ્રશ્નો ના નિરાકરણ વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી જિલ્લા મહા અધિવેશન વિશે ગુજરાત પત્રકાર એકતા પરિષદના સાબરકાંઠા જિલ્લા ના કાર્યકારી પ્રમુખ તેમજ જિલ્લાના તાલુકા પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદારો શ્રી ઓ દ્વારા સર્વાનુમતે સંગઠન ની પ્રણાલી પ્રમાણે કરવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાય દ્વારા પત્રકારત્વના મૂલ્યો અને પારદર્શક પત્રકારત્વ કોને કહેવાય તેવું માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી મેહુલભાઈ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે એકતા મા અનેકતા અને સંગઠન વિશે માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક અને શિસ્ત પૂર્વક સમાપન કરવા માં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ ખેડબ્રહ્મા તાલુકાના વરિષ્ઠ પત્રકાર શ્રી હસમુખભાઈ પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને મા અંબાના દર્શન કરી પ્રસાદ લઈ સર્વે પત્રકાર મિત્રો એ ધન્યતા અનુભવી હતી
અહેવાલ:- પ્રતીક ભોઈ


