
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૯ ઓગસ્ટ : પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. આથી, જે લાભાર્થીઓને આગામી ૧૮મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે. સરકારશ્રી દ્વારા કોમન સર્વિસ સેન્ટર (CSC), ગ્રામ પંચાયત, ગ્રામ સેવક(ખેતી) નો સંપર્ક કરી જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), ગ્રામ પંચાયત, ગ્રામ સેવક(ખેતી) નો સંપર્ક કરી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન/ ફેસઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપી નો ઉપયોગથી લોગ ઈન કરી અન્ય ૧૦૦ લાભાર્થીઓનું ફેસ ઓથેંટીકેશન દ્વારા ઈ-કેવાયસી થઈ શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.




