મુંબઇમાં 90 વર્ષ જૂનું મંદિર તોડવામાં આવતા વિરોધ

મુંબઇના વિલે પાર્લેમાં 90 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરને BMC દ્વારા તોડવાની કાર્યવાહી વિરૂદ્ધ જૈન સમાજમાં ભારે રોષ છે. 16 એપ્રિલે મુંબઇના વિલેપાર્લે વિસ્તારમાં આવેલા એક જૈન મંદિર પર BMCએ તોડી નાખ્યુ હતુ. આ કાર્યવાહી વિરૂદ્ધ જૈન સમાજના લોકોએ સવારે સાડા 9 વાગ્યે સાઇલન્ટ માર્ચ કાઢ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો સામેલ થયા હતા.
જૈન સમાજનો આરોપ છે કે BMCના અધિકારીઓએ એક હોટલ માલિક સાથે મિલી ભગત કરીને ગેરકાયદેસર રીતે તેમના મંદિરને તોડી નાખ્યુ હતું જેમાં ભાજપ સરકારમાં મંત્રી અને ધારાસભ્ય પણ સામેલ થયા હતા. ધારાસભ્ય મુરલી પાટિલે કહ્યું કે, અમે તે તમામ વસ્તુની ટીકા કરીએ છીએ. જલદી અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તેમને પદ પરથી હટાવવામાં આવશે. અમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળીશું. અમે સત્તાધારી ધારાસભ્ય આજે રસ્તા પર ઉતર્યા છીએ અને આ ઘટનાને લઇને દુખી પણ છીએ.
મુંબઇના વિલે પાર્લે વિસ્તારમાં એક જૈન સોસાયટી છે. આ સોસાયટીની અંદર જૈન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સોસાયટીની બહાર જ રાધા-કૃષ્ણ નામની એક હોટલ છે. સોસાયટીમાં રહેતા લોકોનો આરોપ છે કે કેટલાક વર્ષ પહેલા આ હોટલના માલિકે તેમના મંદિર વિરૂદ્ધ BMCમાં ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે સોસાયટીમાં ગેરકાયદેસર જૈન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ફરિયાદ બાદ BMCએ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો પરંતુ જૈન સોસાયટીએ મુંબઇ હાઇકોર્ટમાં તેના વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. બોમ્બે હાઇકોર્ટે 15 એપ્રિલ સુધી રોક લગાવી દીધી હતી. જેવો જ સ્ટે ઓર્ડરનો સમય પૂર્ણ થયો બાદમાં આગળના દિવસે જ BMCના અધિકારી બુલડોઝર સાથે મંદિરમાં પહોંચ્યા હતા અને મંદિરને તોડી નાખ્યુ હતું.
સોસાયટીમાં રહેતા જૈન લોકોનું કહેવું છે કે તે 16 એપ્રિલે બોમ્બે હાઇકોર્ટમાં સ્ટે ઓર્ડરને એક્સીડેન્ટ કરવા માટે અરજી દાખલ કરવાના હતા પરંતુ તે પહેલા જ BMCના અધિકારીઓએ મિલીભગત કરીને મંદિરને તોડી નાખ્યું હતું. આ ઘટનાની જાણકારી રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ આપવામાં આવી છે. જૈન સમાજે BMCના અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી છે.





