મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મામલતદાર કચેરીમાં કનેક્ટિવિટી ખોરવાઈ જતા પ્રજાજનો અટવાયા
અમીન કોઠારી મહીસાગર…
તા.૧૮/૧૨/૨૪
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતાં
પ્રજાજનો અટવાયા..
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કડાણા મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ થતાં રેશનકાર્ડની કામગીરી બંધ થવા પામી હતી
મામલતદાર કચેરીમાં
આજે બપોર બાદ નેટ બંધ થતાં કામગીરી માટે આવેલ લોકોને હાલાકી ભોગવવી પડી.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા ઉમેરવા અને આધારકાર્ડ માં સુધારા વધારા કરવા તેમજ e KYC માટે ની નેટ કનેક્ટીવીટી ખોરવાતાં લોકોને હાલાકી માં મુકાવું પડ્યું હતું.
મામલતદાર કચેરી ખાતે કામગીરી માટે આવતા લોકોને કામ ન થતા વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો ને નેટ કનેક્ટીવીટી ખોરવાતાં ને નેટ કનેક્ટીવીટી ધીમી ગતિએ પણ કેટલીક વખત ચાલતી હોય લોકોને કામગીરી ઝડપી નહીં થતાં ભારે પરેશાની માં મુકાવું પડે છે.
સામાન્ય દિવસોમાં પણ નેટ સ્લો ચાલતું હોવાની લોકબૂમો ઊઠી રહીછે.
છેલ્લા દસ દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવાનો પણ સ્થાનિક લોકોનો આરોપ જોવાં મળે છે.
નેટ કનેક્ટીવીટી સતત ચાલુ રહે તે માટે રાજ્ય સરકાર ને જીલ્લા નું વહીવટી જનતા ના વિશાળ હિતમાં જરૂરી યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.