કાલોલ તાલુકા નવનિયુક્ત ભાજપ સંગઠન પ્રમુખ દ્વારા કંડાચ પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી.

તારીખ ૩૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ હાલમાં જ નિયુક્ત થયેલ કાલોલ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ દ્વારા પોતાના વતન ની માતૃશાળા કંડાચ પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી.શાળા ના આચાર્ય તેમજ શાળા ના આ.શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું તથા શાળા ને હાલ માં પોતાનું મકાન ન હોઈ જૂનું મકાન જર્જરિત થયેલ હોઈ અને તેને ધ્વંસ કરવાની મંજુર થયેલ હોઈ નવીન મકાન નું બાંધકામ વહેલી તકે શરૂ થાય તેવી રજુઆત કરતા પ્રમુખ દ્વારા વહેલી તકે શાળા ના મકાન નું બાંધકામ વહેલી તકે શરૂ કરવાની ખાત્રી આપેલ હતી.સાથે સાથે કાલોલ તાલુકા ના પૂર્વ મંડલ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ ને પણ ટેલિફોનિક જાણ કરતા તેઓ એ પણ બાળકો હાલમાં મંદિર ના મકાન બેસતા હોઈ શાળા નું બિલ્ડીંગ વહેલી તકે બાંધકામ શરૂ કરવા ની પૂરેપૂરી ખાત્રી આપતા શાળા પરિવાર ખૂબ આભર વ્યક્ત કરેલ હતો.






