અતિશય રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ થીં જમીન ખુબ જ કઠણ અને બીન ઉપજાઉ બનતી જાય છે તો આ બાબતે ઓર્ગેનિક ખેતી માટે સુંદર માગૅદશૅન આપવામાં આવ્યું
અહેવાલ પ્રતિક ભોઈ
આજરોજ તા ૨/૬/૨૦૨૫ ને સોમવાર ના રોજ સવારે અગિયાર વાગ્યે તલોદ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા વાવ ગામે વિકસિત કૃષિ સંકલ્પ ભારત અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા કેન્દ્ર ના જે જે મિસ્ત્રી સાહેબ સીનીયર સાયનીસ્ટ એન્ડ હેડ,બી સી પટેલ વૈજ્ઞાનિક પાક સંરક્ષણ અને રઘુરાજસિહ ઔષધીય અને સુગંધિત પાક શંસોધન કેન્દ્ર આણંદ તથા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કે એલ પટેલ નીં હાજરી માં વાવ ગામે દરેક સમાજના ભાઈઓ, બહેનો, વડીલો માતાઓ અને યુવાનો આશરે ૭૦ નીં સંખ્યામાં અંબાજી માતા ના પટાંગણમાં એકઠા થયા હતા અને કાયૅકમ નીં શરૂઆતમાં જે જે મિસ્ત્રી સાહેબ શ્રી એ અત્યારે હાલમાં અતિશય રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ થીં જમીન ખુબ જ કઠણ અને બીન ઉપજાઉ બનતી જાય છે તો આ બાબતે ઓર્ગેનિક ખેતી માટે સુંદર માગૅદશૅન આપવામાં આવ્યું હતું બાદમાં
બી સી પટેલ સાહેબ શ્રી એ ખેતી પાક માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું ગૌ આધારિત ખેતી માટે જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે ફાયદાકારક ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી માટે માગૅદશૅન આપવામાં આવેલ છે અને છેલ્લે રઘુરાજસિહ દ્વારા ઔષધીય અને સુગંધિત પાક, પુષ્પો અને ફળો શાકભાજી વિશે હિન્દી ભાષામાં સાદી અને સરળ ભાષામાં માહિતી પુરી પાડવામાં આવી હતી
ગામમાં આવેલી મહિલા ઓં દ્વારા ખેતી સાથે સંકળાયેલા પશુપાલન નીં માહિતી મેળવી હતી અને ગુજરાત તથા કેન્દ્ર સરકાર શ્રી નીં વિવિધ પ્રકારની યોજના ઓં વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી
અંતમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી નેં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ના નિષ્ણાત તજજ્ઞો દ્વારા જાહેર કરાયેલા સુધારા વધારા સાથેની આધુનિક સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી વધુ આવક રળી આપતા બિયારણ ખાતર અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તેની માગૅદશૅક પુસ્તક આપવામાં આવેલ છે
અંતમાં ચા નાસ્તો કરી ધન્યતા અનુભવી હતી