HIMATNAGARSABARKANTHA

ઇડર બજાર વિસ્તારમાં દિવસ દરમ્યાન ચિલ ઝડપને અંજામ આપનાર બે ઇસમોને ગણતરીના દિવસોમાં પકડી કૂલ રૂ. ૧૨,૫૧,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાબરકાંઠા

અહેવાલ :- પ્રતિક ભોઈ

ઇડર બજાર વિસ્તારમાં દિવસ દરમ્યાન ચિલ ઝડપને અંજામ આપનાર બે ઇસમોને ગણતરીના દિવસોમાં પકડી કૂલ રૂ. ૧૨,૫૧,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાબરકાંઠા

તા.૨૫/૦૩/૨૦૧૫ ના રોજ બપોરના આશરે પોણા બે વાગ્યાના સુમારે મોજે કે.એમ.પટેલ હાઈસ્કૂલ ઇડર ખાતે ફરિયાદી પાસેથી અજાણ્યા બે ઇસમો મો.સા. ઉપર આવી ફરીયાદી પાસેની રૂ. ૧૫,૦૦,૦૦૦/- ભરેલ બેંગ ઝુંટવી લઈ ચોરી કરી ભાગી ગયેલ હોય જે બાબતે ઇડર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૫૦૩૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે બાબતે ગુન્હોનો ભેદ ઉકેલવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા ઈ/ચા પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહીલ, સાહેબ સાબરકાંઠા નાઓની સુચના આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર એલ.સી.બી. તથા એ.એસ.આઈ. દેવુસિંહ, નરસિંહભાઈ તથા અ.હે.કો. વિનોદભાઈ, કલ્પેશકુમાર, નિરીલકુમાર તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર, હિમાંશુ તથા ટેકનીકલ એ.એસ.આઈ. બી.એમ.પરમાર, એચ.બી.ઝાલા તથા ડ્રા.પો.કો.ગિરીશકુમાર, જતીનકુમાર નાઓની ટીમ બનાવેલ

ઉપરોક્ત ટીમ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સીસ ની મદદ મેળવી સતત ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા ટીમ કાર્યરત હતી. જે દરમ્યાન સાથેના એ.એસ.આઈ.નરસિંહભાઈ તથા અ.હે.કો.વિનોદભાઈ નાઓને બાતમી હકિકત મળેલ કે ” ઈડર ખાતે રૂ.પંદર લાખની ચોરી કરનાર કિરણકુમાર નટવરભાઇ ચેનવા તથા રાહુલકુમાર બાબુભાઈ વણઝારા બન્ને રહે.ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠાનાઓ કાળા કલરની નંબર વગરની હિરો સ્પ્રેન્ડર પ્લસ મો.સા.લઈ હિંમતનગરથી નિકળી ઇલોલ તરફ જનાર છે. અને મો.સા.ચાલકે આછા લીલા જેવા રંગનુ શર્ટ તથા વાદળી જીન્સ પહેરેલ છે તથા પાછળ બેઠેલ ઇસમ કાળા કલરનો થેલો લઈ બેઠેલ છે તેને આછા લાલ પીળી ચોકડી ભાતનું શર્ટ તથા વાદળી જીન્સ પહેરેલ છે. ” જે બાતમી હકિકત આધારે બાયપાસ રોડે ઇલોલ ચોકડી, હિંમતનગર, તા. હિંમતનગર ખાતે પહોંચી ઉપરોક્ત બાતમીવાળા ઇસમોની વોચમાં હતાં જે દરમ્યાન પાણપુર ગામ બાજુથી ઉપરોક્ત બાતમીવાળા ઇસમો નંબર વગરની મો.સા. લઇ આવતાં જણાતાં જે બન્ને સઈમોને પકડી સદર મો.સા. ચાલકનું નામડામ પુછતાં પોતે પોતાનું નામ રાહુલકુમાર બાબુભાઈ વણઝારા ઉ.વ.૨૨ રહે.વણઝારા વાસ ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠા તેમજ તેની પાછળ મો.સા. ઉપર બેઠેલ ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ કિરણકુમાર ઉર્ફે ડેટોલ નટવરભાઈ ચેનવા ઉ.વ.૨૪ રહે.ચેનવા વાસ ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ સદરી પાછળ બેઠેલ કિરણકુમાર પાસે કાળા કલરનો સ્કુલ બેગ જેવો ઘેલો હોય જે ઘેલો ખોલી જોતાં અંદર અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો ભરેલ હોય જે સંબંધે પુછતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી સદર બન્ને ઇસમોને એલ.સી.બી. કચેરી હિંમતનગર ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, અમો બન્ને જણાંએ ગઈ તા.૨૫/૦૩/૨૦૨૫ મંગળવારના રોજ ઇડર ખાતેથી રીક્ષામાં બેઠેલ ઇસમ પાસેથી રૂપિયાનો થેલો ઝુંટવીને લઈ લીધેલ છે તે રૂપિયા હોવાનું અને પકડાયેલ મો.સા.નો ઉપયોગ કરેલ હતો અને ચોરી કર્યા પછી બન્ને જણાં મો.સા. લઈ દેશોતર થઇ હિંમતનગર મોદી ગ્રાઉન્ડ આવી અમારો મિત્ર વિવેક શાહ રહે.ઇલોલ તા.હિંમતનગરવાળાને બોલાવી હકિકતની જાણ

કરતાં વિવેક શાહે સેફ જગ્યાએ લઇ જવાની વાત કરતાં વિવેકનું કાળા કલરનું એક્ટીવા તેમજ પોતાની મો.સા. હિંમતનગર બસ સ્ટેશને મુકી ત્યાંથી રીક્ષામાં મોતીપુરા જઇ પ્રાઇવેટ ઇકો ગાડી કરી ગાંધીનગર નિકળેલા અને વિવેક શાહે સેલ્ફ ડ્રાઇવીંગવાળી ગાડી લેવા સારૂ સંપર્ક કરતાં ગાંધીનગર સેક્ટર-૨ થી ટોયટાની અર્બન ક્રુઝર ગાડી દિવસના રૂ. ત્રણ હજારના ભાડેથી પાંચ દિવસ માટે લઈ રૂ.ત્રીસ હજાર તથા આધાર પુરાવા આપી ગાડી લઇ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, વિજાપુર, મહેસાણા, અમદાવાદ વિગેરે જગ્યાએ બે દિવસ સુધી ગાડી લઈ ફરેલા અને આજરોજ અમો હિંમતનગર આવી મો.સા. લઈ પોતાના ગામ તરફ ચોરી કરેલ પૈસા સગેવગે કરવા સારૂ જતાં હતાં અને અમારો મિત્ર વિવેક શાહ ગાડી લઇ તેના ઘરે જતો રહેલ છે જે ગાડીના નંબરની અમોને ખબર નથી તેમજ પકડાયેલ હિરો સ્પ્રેન્ડર મો.સા.નો નંબર GJ09DL9409 નો હોવાનું જણાવેલ.

જેથી સદરી પકડાયેલ ઈસમોની ઝડતી તપાસ રાહુલકુમાર બાબુભાઈ વણઝારાની પાસેથી એક વીવો કંપનીની કાળા કલરનો સ્માટે મોબાઈલ ફોન જેની કિ.રૂ.૫૦૦૦/- તેમજ એક સફેદ ભુખરા રંગનો હાથ રૂમાલ જે રૂમાલ મોઢા ઉપર બાંધી ચોરી કરેલ હોવાનું જણાવી જે રૂમાલની કિ.રૂ.૦૦/૦૦ ની ગણેલ તેમજ કાળા કલરનું હિરો સ્પ્રેન્ડર પ્સ મો.સા. જેની કિ.રૂ.૫૦,૦૦૦/- તેમજ પકડાયેલ બીજો ઇસમ કિરણકુમાર ઉર્ફે ડેટોલ નટવરભાઈ ચેનવાની પાસેથી એક સેમસંગ કંપનીનો પર્પલ કલરનો સ્માર્ટે મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તેમજ સદરી ઇસમ પાસેથી એક કાળા કલરની સ્કુલ બેગ હોય જે ખોલી જોતાં થેલામાંથી અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો હોય જે બહાર કાઢી જોતાં નીચેની વિગતે છે.

જેથી ઉપરોકત પકડાયેલ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/-તથા મો.સા.-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા અલગ અલગ દરની ચલણી નોટોની કુલ રકમ રૂ. ૧૧,૮૬,૮૫૦/- તથા હાથ રૂમાલ-૧ કિ.રૂ.૦૦/૦૦ તથા સ્કુલ બેગ-૧ કિ.રૂ. ૫૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૫૧,૯૦૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ક. ૧૦૬ મુજબ કબ્જે કરી સદર બન્ને ઇસમોને ઇડર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૫ ૦૩૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબના કામે અટક કરી વધુ તપાસ અર્થે ઇડર પો.સ્ટે. ખાતે સોંપેલ છે

પકડાયેલ મુદ્દામાલ :-

મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/-

મો.સા.-૧ કિ.રૂ.૫૦,૦૦૦/-

અલગ અલગ દરની ચલણી નોટોની કુલ રકમ રૂ. ૧૧,૮૬,૮૫૦/-

હાથ રૂમાલ-૧ કિ.રૂ.૦૦/૦૦

સ્કુલ બેગ-૧ કિ.રૂ. ૫૦/-

કુલ કિ.રૂ. ૧૨,૫૧,૯૦૦/-

પકડાયેલ આરોપીઓ

1. રાહુલકુમાર બાબુભાઈ વણઝારા ઉ.વ.૨૨ રહે.વણઝારા વાસ ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠા

2. કિરણકુમાર ઉર્ફે ડેટોલ નટવરભાઈ ચેનવા ઉ.વ.૨૪ રહે.ચેનવા વાસ ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠા

પકડવાનો બાકી આરોપીઓ

1. વિવેક મનિષભાઈ શાહ રહે.ઈલોલ તા.હિંમતનગર જી.સાબરકાંઠા

નોંધ – સદર આરોપી વિવેક મનિષભાઈ શાહ ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે. ૧૨૪૪/૨૦૨૪ બી.એન. એસ. ક.

૩૦૩(૨), ૩૧૮(૩), ૩(૫) મુજબના ગુન્હામાં વોન્ટેડ છે.

આરોપીઓ પૂર્વ ઇતિહાસ

1. કિરણકુમાર ઉર્ફે ડેટોલ નટવરભાઈ ચેનવા ઉ.વ.૨૪ રહે.ચેનવા વાસ ચિત્રોડી તા.ઈડર જી.સાબરકાંઠા

(૧) હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૭૦/૨૦૨૩ ઈ.પી.કો. ક. ૩,૭૯

(૨) અડાલજ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૬૬/૨૦૨૨ ઇ.પી.કો. ક. ૩૭૯

2. વિવેક મનિષભાઈ શાહ રહે.ઈલોલ તા.હિંમતનગર જી.સાબરકાંઠા

(૧) સદર આરોપી વિવેક મનિષભાઈ શાહ ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે. ૧૨૪૪/૨૦૨૪ બી.એન. એસ. ક.

૩૦૩(૨), ૩૧૮(૩), ૩(૫) મુજબના ગુન્હામાં વોન્ટેડ છે.

Back to top button
error: Content is protected !!