*જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્મા શુભેચ્છા સમારોહ યોજાયો*
અહેવાલ:- પ્રતીક ભોઈ
*જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્મા શુભેચ્છા સમારોહ યોજાયો*
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત 23 વર્ષથી જ્યોતિ હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજાવતા શ્રી દિપકભાઈ નીનામા ગુજરાતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સી.એન. વિદ્યાલય, આંબાવાડી, અમદાવાદ બદલી થતાં શાળાના બધા જ વિભાગ જેવાકે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને સાયન્સ વિભાગ તરફથી શુભેચ્છા સમારંભ યોજાયો હતો. વિદાયમાંન થતા ગુરુજીશ્રી દિપકભાઈ ને શ્રીફળ સોલ અને જુદીજુદી મોમેન્ટો દ્વારા બધાજ વિભાગ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, સુપરવાઇઝર શ્રી આર.પી વાલા, પ્રાથમિક આચાર્યશ્રી ધીરુભાઈ અને પૂર્વ પ્રાથમિક આચાર્યશ્રી અશ્વિનભાઈ અને તેમની ટીમ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ આપી હતી. સન્માનના પ્રત્યુતરમાં શ્રી દિપકભાઈ નીનામાએ શાળાના મેનેજમેન્ટ અને આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ અને શાળા પરિવારનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. કાર્યક્રમ અંતે સમૂહ ભોજન આપવામાં આવેલ.