HIMATNAGARSABARKANTHA
*જ્યોતિ હાઇસ્કુલ પૂર્વ પ્રાથમિક પુરસ્કાર વિતરણ*
અહેવાલ :- પ્રતિક ભોઈ
*જ્યોતિ હાઇસ્કુલ પૂર્વ પ્રાથમિક પુરસ્કાર વિતરણ*
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા પૂર્વ પ્રાથમિક વિભાગમાં આખા વર્ષ દરમિયાન કરેલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રથમ ત્રણ નંબર મેળવેલ દીકરા દીકરીઓને જુદા જુદા ઇનામો આપી પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર વિતરણ સમારંભ શાળાના પ્રમુખશ્રી જેઠાભાઈ કે પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, પૂર્વ પ્રાથમિક વડા શ્રી અશ્વિનભાઈ જોશી તથા મોસ્ટ સિનિયર ગુરુજી ભારતસિંહજી ચૌહાણ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.