HIMATNAGARKHEDBRAHMASABARKANTHA

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ખેડબ્રહ્મા પોલીસ

અહેવાલ:- પ્રતિક ભોઈ

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કિ.રૂ. ૫,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી તેમજ રાજસ્થાનના શીરોહી પોલીસ સ્ટેશનનો ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ખેડબ્રહ્મા પોલીસ

પોલીસ મહાનીરીક્ષકશ્રી વિરેન્દ્રસિહ યાદવ સાહેબ,ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા શ્રી વિજય પટેલ, સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડર નાઓના નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો આ દીશામા અસરકારક પેટ્રોલીંગ તેમજ વાહનચેકીંગની કામગીરીમા કાર્યરત રહેલ. દરમ્યાન તા.૦૨/૦૬/૨૦૨૫ નારોજ અમો સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.ન.૦૯૦૨ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ગુ.૨.નં.૧૧૨૦૯૦૨૮૨૫૦૪૬૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૩૧ (૪) ,૩૦૫(એ) મુજબના ગુન્હાના કામે ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઈસમો કાળા કલરની હીરો સુપર સ્પેલેન્ડર મો.સા નં RJ-19-BQ-6277 ની ઉપર બેસી ખેરોજથી ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે જે બાતમી હકીકત આધારે અમો મટોડા ત્રણ રસ્તા ખાતે જઈ વાહનચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી મુજબના નંબરવાળુ મોટરસાયકલ આવતા તેને ઉભુ રાખાવેલ અને સદર મોટરસાયકલના ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ દિનેશકુમાર માંગીલાલ પ્રજાપતી રહે.બીલાડા કુંભારોનો મોટોવાસ ભાર્ગવોનો વાસ નજીક તા.બીલાડા જી.જોધપુર (રાજસ્થાન)નો હોવાનું તથા મોટરસાયકલના પાછળના ભાગે બેઠેલ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ (જોષી) રહે. બીલાડા બર્કાનો વાસ તા.બીલાડા જી.જોધપુર (રાજસ્થાન)નો હોવાનુ જણાવેલ સદરી મો.સાની પાછળ બેઠેલ ઇસમ પાસે એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલી હોય જેમા જોતા સોના તથા ચાંદીના દાગીના હોઈ જેથી બંન્ને ઇસમોને આ સોના ચાંદીના દાગીના બાબતે પુછતા પોતે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય અને સદર દાગીના ચોરી અગર છળકપટથી મેળવેલાનું જણાઈ આવતા ઉંડાણપુર્વક પુછપરછ કરવી જરૂરી હોય તેઓને ખેડબ્રહ્મા પો.સ્ટેમાં લાવી વિશ્વાસમા લઈ યુકતિ પ્રયુકતિથી પુછપરછ કરતા પોતે આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ખેડબ્રહ્મા વાસણારોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભોમાજી પ્રજાપતિ નાઓના મકાનમાથી ગઈ તા. ૨૦/૦૫/૨૦૨૫ નારોજ રાત્રીના સમયે ચોરી કરેલાનુ કબુલાત કરતા તેમજ રાજસ્થાનના શીરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાની કબુલાત કરતા સદરી આરોપીઓને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

રીકવર કરેલ મુદ્દામાલ –

(૧) ૧- સોનાની ગળાની કંઠી- ૧૩ ગ્રામ વજનની

(૨)૧- સોનાની કાનની ટોટી- ૬ ગ્રામ વજનની

(૩)૧- સોનાની કાનમા પહેરવાના લુંગ-૫૦૦ મીલી વજનની

(૪)૧- સોનાનો માથાનો બોર (કાલર) -૧૫ ગ્રામ વજનના તથા ચાંદીના દાગીના નીચેની વીગતે છે

(૧) ૧-ચાંદીનો કંદોરો-૫૬૭ ગ્રામ વજનનો

(૨) ૨-ચાંદીની કંદોરી-૪૬૭ ગ્રામ વજનની

(૩)૩-ચાંદીની ચુડી – ૮૨ ગ્રામ વજનની

(૪)૧-ચાંદીની કંદોરી – ૨૮૯ ગ્રામ વજનની

(૫) ૧-જોડ ચાંદીના છડા -૧૨૩ ગ્રામ વજનના

(૬) ચાંદીના પરચુરણ દાગીના -૪૦ ગ્રામ વજનના

(7) ગુન્હામા વાપરેલ મો.એસ. RJ-19-BQ-6277

ઉપરોક્ત સોનાના દાગીના ૩૪ ગ્રામ વજનના આશરે કીમત રૂ. ૨,૧૦,૦૦૦ તથા ચાંદીના દાગીના ૧૫૬૮ ગ્રામ વજનના જેની આશરે કર્કી રૂ. ૮૦,૦૦૦ તથા મો.સા ની કીમત રૂ. ૨૫૦૦૦/- મળી કુલ રૂપીયા ૫,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓના નામ

(૧) દિનેશકુમાર માંગીલાલ પ્રજાપતી ઉ.વ.૩૦ રહે.બીલાડા કુંભારોનો મોટોવાસ ભાર્ગવોના વાસ નજીક તા.બીલાડા જી.જોધપુર (રાજસ્થાન)

(૨) ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ (જોષી) ઉ.વ.૩૧ રહે.બીલાડા બર્ફાનો વાસ તા.બીલાડા જી.જોધપુર (રાજસ્થાન)

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ-

રાજસ્થાનના શીરોહી પોલીસ સ્ટેશનના ગુન્હાનં.૦૦૨૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાની કબુલાત કરેલ છે

પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પો.સ્ટે

(૨) એ.એસ.આઈ અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં.૦૯૦૨

(૩) અ.હે.કો ધર્મેદ્રભાઈ નટવરભાઈ બ.નં.૧૨૬

(૪) આ.પો.કો વિકાસકુમાર હસમુખભાઈ બ.ન.૭૨૫

(૫) અ.પો.કો પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ બ.ન. ૭૯૫

(9) આ.પો.કો. અક્ષયકુમાર પોપટભાઈ બ.ન. ૩૬૪

(૭) આ.પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ બ.ન.૨૯૩

Back to top button
error: Content is protected !!