આત્મા પ્રોજેક્ટ ધ્વારા રામપુરા કંપા (ઓધવનગર) ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

*આત્મા પ્રોજેક્ટ ધ્વારા રામપુરા કંપા (ઓધવનગર) ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો*
સાબરકાંઠા આત્મા પ્રોજેક્ટ ધ્વારા તલોદ તાલુકાના રામપુરા કંપા ( ઓધવનગર) ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્ર્મમાં શ્રી એમ.ડી પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માએ હાજર રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ પાસાઓની સવિશેષ માહિતી પુરી પાડી હતી. શ્રી એન. ડી.માલવીયા,નાયબ પશુપાલન નિયામકશ્રી,પશુ સુધારણા કેન્દ્ર , હિંમતનગર અને લાયઝન અધિકારીશ્રી,પ્રાકૃતિક ખેતી,તલોદ તાલુકાએ દેશી ગાયોમાં પશુ સંવર્ધન કરી સારી ઓલાદ તૈયાર કરવી અને તેના ગોબર અને ગૌમુત્રથી પ્રાકૃતિક ખેતી કરવા હાજર તમામ ખેડૂત ભાઈ બહેનોને અનુરોધ કર્યો હતો. શ્રી હર્ષદભાઈ પટેલ,મદદનીશ ખેતી નિયામકશ્રી અને નોડલ અધિકારીશ્રી,પ્રાકૃતિક ખેતી,તલોદ તાલુકાએ પ્રાકૃતીક ખેતી કરતા તમામ ખેડૂતોને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટીફિકેશન એજન્સી(ગોપકા) માં રજીસ્ટ્રેશન કરાવી સર્ટીફિકેટ મેળવવા અંગેની પધ્ધતિ વિશે જાણકારી આપી હતી.શ્રી ચિરાગભાઈ પટેલ , ખેતી અધિકારીશ્રી,તલોદ તાલુકાએ ખેતીવાડી ખાતાની તમામ યોજનાઓ વિશે તમામ ખેડૂતોને માહિતગાર કર્યા હતા ડૉ.ભાવેશભાઈ,પશુ ચિકિત્સકશ્રી, તલોદએ પશુપાલન ખાતાની હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ ઉપર કાર્યરત તમામ યોજનાઓ વિશે તમામ ખેડૂતોને જાણકારી આપી અરજી કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં આર.વી.રાઠોડ અને એસ.આર.પટેલ,આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી આત્મા, કંપા વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનોએ હાજર રહી તમામ ખેડૂતોએ પોતાની જમીનના નાના એવા ભાગમાં પણ આ સિઝનમાં પોતાના ઘર પુરતી શાકભાજી અને ધાન્ય તેમજ કઠોળ પાકની ખેતી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી કરવાની બાંહેધરી આપી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ



